- 40 જેટલા વિદ્યાર્થીઓના બેઠક નંબર 2 સ્કૂલોમાં ફાળવાયા
- વિદ્યાર્થીઓ અને વાલીઓના વિરોધ હોવા છતાં પરીક્ષાનું આયોજન
- જિલ્લામાં ધોરણ 10 અને 12ના 13,850 વિદ્યાર્થીઓની પરીક્ષા
ગાંધીનગર : ધોરણ-10 અને ધોરણ-12 ના રીપીટર વિદ્યાર્થીઓની આજથી બોર્ડની પરીક્ષા શરૂ કરવામાં આવી છે ત્યારે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓની પરીક્ષા 28 જુલાઈ સુધી ચાલશે. એક બ્લોકમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા આ ઉપરાંત એક જ સ્કુલમાં 10 બ્લોક ફાળવવામાં આવ્યા હતા. એકજ બેંચ પર એક જ વિદ્યાર્થી સાથે પરીક્ષાનું આયોજન કરાયું હતું.
આ પણ વાંચો: GUJCET 2021 Exam: ગુજસેટ પરીક્ષાની જાહેરાત, 6 ઓગસ્ટના રોજ યોજાશે પરીક્ષા
એક વિદ્યાર્થીઓના રોલ નંબર ગોટાળો
એક વિદ્યાર્થીઓના બે અલગ અલગ સ્કૂલોમાં નંબર હોવા અંગે વાલી પ્રવીણ પરમારે જણાવ્યું હતું કે, આજે મારી દીકરીને એક્સટર્નલ પરીક્ષા છે, પરંતુ તેનો નંબર ગુરુકુળ સ્કૂલ અને આર જી પટેલ સ્કૂલ આ બન્ને જગ્યાએ આવેલો છે. ગુરુકુળ સ્કૂલમાં અમે ગયા ત્યારે અમને આર જી પટેલ સ્કૂલમાં મોકલ્યા હતા, આ બાદ ત્યાં ગયા તો ફરીથી અમને એ સ્કૂલમાં પાછા જવા માટે કહ્યું અમે આર.જી. પટેલ સ્કૂલમાં ગયા તો અમારા જેવા ત્યાં 40 જેટલા વિદ્યાર્થીઓ હતા. જ્યાં એક જ વિદ્યાર્થીના બે સ્કૂલમાં એક જ નંબર હતા. જે કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અંતે આ સમસ્યાનું સમાધાન કરી વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા.
આ પણ વાંચો: આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના 5.5 લાખ રિપીટર વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા
વિદ્યાર્થીઓને 2 કલાક પહેલા જ અપાઇ એન્ટ્રી
બોર્ડની પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓના પરીક્ષાના સમયના 2 કલાક પહેલાં જ એન્ટ્રી આપવામાં આવી હતી. આર જી પટેલ અને ગુરુકુલ સ્કૂલમાં ધોરણ 12ની 11:00 કલાકે પરીક્ષા યોજાઇ હતી, પરંતુ વિદ્યાર્થીઓને 9 વાગ્યે એન્ટ્રી આપવામાં આવી હતી.