ગાંધીનગર: આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ સરેરાશ 76.29 ટકા જાહેર થયું છે. ગાંધીનગરમાં નાયબ પરીક્ષા નિયામકે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની માહિતી આપતા જણાવ્યું હતું કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સરેરાશ 76.29 ટકા આવ્યું છે. જેમાં અમદાવાદના નવરંગપુરા કેન્દ્ર 95 ટકા સાથે પ્રથમ છે. જ્યારે પંચમહાલના મોરવા રેણા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ 15.43 ટકા નોંધાયું છે.
પાટણ જિલ્લાો 85.03 ટકા પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ રહ્યો છે. જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 45.82 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલમાં 222 સ્કૂલનો સમાવેશ થયો છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યમાં 472 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં 3 લાખ 55 હજાર 562 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2 લાખ 60 હજાર 503 વિદ્યાર્થીઓ પાસ થયા છે.