ETV Bharat / city

Statue of Unity: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દ્વિ દિવસીય સેમિનાર યોજાશે - મહાનુભાવો સેમિનારમાં ઉપસ્થિત રહેશે

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે દ્વિ દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. શિક્ષણપ્રધાન (Minister of State for Education) જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન કુબેર ડીંડોર અને કિર્તસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સેમિનાર યોજાશે.

Statue of Unity: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દ્વિ દિવસીય સેમિનાર યોજાશે

author img

By

Published : Dec 12, 2021, 1:35 PM IST

  • શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી અધ્યક્ષતામાં યોજાશે સેમિનાર
  • 13 અને 14 ડિસેમ્બરના રોજ યોજાશે સેમિનાર
  • ભારતીય શિક્ષણ પ્રણાલિ વિશ્વની બીજી સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ પ્રણાલિ

ગાંધીનગર: ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે ટેન્ટ સીટી-2, સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે બે દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા 13 અને 14 ડિસેમ્બર, 2021ના રોજ આયોજિત આ સેમિનારમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિશ, રજિસ્ટ્રાર IQAC કો-ઓર્ડિનેટર હાજરી આપશે.

૨૪૦ મહાનુભાવો સેમિનારમાં ઉપસ્થિત રહેશે

રાજ્યના શિક્ષણપ્રધાન (Minister of State for Education) જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન કુબેર ડીંડોર અને કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ સેમિનાર યોજાશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ (Principal Secretary, State Department of Higher Education) એસ.જે.હૈદર અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના નિયામક (Director of Higher Technical Education) પણ કાર્યક્રમમાં સહભાગી થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની સરકારી, ખાનગી અને સેક્ટોરિયલ યુનિવર્સિટીના કુલપતિ રજિસ્ટ્રાર અને IQAC કો-ઓર્ડિનેટર સહિતના આશરે ૨૪૦ મહાનુભાવો સેમિનારમાં ઉપસ્થિત રહેશે અને માર્ગદર્શન આપશે.

ભારતીય શિક્ષણ પ્રણાલિ વિશ્વની બીજી સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ પ્રણાલિ

આ સેમિનાર અંગેની રૂપરેખા આપતા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે હૈદર જણાવ્યું કે, ભારતીય શિક્ષણ પ્રણાલિએ 800 યુનિવર્સિટીઓ, 39000 કોલેજ અને 30 મિલિયનથી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની વિશ્વની બીજી સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ પ્રણાલિ છે. ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એવા અભ્યાસક્રમો-ડિગ્રીઓ ઓફર કરે છે જે ગુણવત્તાની દ્રષ્ટીએ વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક છે, ત્યારે આ સેમિનાર વૈશ્વિક બજારમાં ભારતીય શિક્ષણ પ્રણાલિને વધુ સ્પર્ધાત્મક બનાવશે.

આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માર્ગદર્શન આપશે

સેમિનારમાં રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓની રચનાની સંભાવના અને વર્તમાન યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષા પર લઈ જવાની સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા થશે. સેમિનારમાં QS રેન્કિંગ, NIRF રેન્કિંગના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો: ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન- શિક્ષણ વિભાગના કર્મીઓએ રુપિયા 397.4 લાખની 1.17 લાખ મીટર ખાદી ખરીદી

આ પણ વાંચો: સંતરામપુર ખાતે આંગણવાડી કેન્દ્રોનું જશવંતસિંહ ભાભોર અને ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે લોકાર્પણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.