ETV Bharat / city

States Startup Ranking 2021 : ફરી એકવાર ગુજરાતની જીત, કયા પરિબળે અપાવ્યું પહેલું સ્થાન જાણો - victory of Gujarat

States Startup Ranking 2021માં (States Startup Ranking 2021) ફરી એકવાર ગુજરાતની ભવ્ય જીત (Victory of Gujarat) દર્જ થઇ છે. એટલું જ નહીં ગુજરાત સતત ત્રીજી વખત ' બેસ્ટ પરફોર્મર સ્ટેટ ' (Best Performer State ) તરીકે જાહેર થયું છે. ગુજરાત, કર્ણાટક અને મેઘાલય સ્ટાર્ટઅપ માટે મજબૂત ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટેના શ્રેષ્ઠ રાજ્યોમાં સમાવિષ્ટ થયાં છે. ગુજરાતને વર્ષ 2019 અને 2020માં પણ 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' તરીકે (Startups in Gujarat) જાહેર કરવામાં આવ્યું હતું.

States Startup Ranking 2021 : ફરી એકવાર ગુજરાતની જીત, કયા પરિબળે અપાવ્યું પહેલું સ્થાન જાણો

author img

By

Published : Jul 4, 2022, 8:47 PM IST

ગાંધીનગર - આજે અશોક હોટલ, નવી દિલ્હી ખાતે વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણપ્રધાન પીયૂષ ગોયલ (Union Commerce Minister Piyush Goya) દ્વારા સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021ના (States Startup Ranking 2021) પરિણામો જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાંસતત ત્રીજી વખત ગુજરાતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મૂલ્યાંકનમાં બેસ્ટ પરફોર્મિંગની ટોચની શ્રેણીમાં સ્થાન (Victory of Gujarat)જાળવી રાખ્યું છે. આ કાર્યક્રમમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર અને ઇન્ડસ્ટ્રીઝ કમિશનર અને સ્ટાર્ટઅપ ગુજરાત સેલના નોડલ ઓફિસરે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

7 વ્યાપક સુધારા ક્ષેત્રો પર આધારિત છે આ રિપોર્ટ -સ્ટાર્ટઅપ ઈન્ડિયા (Startup India ) સાથે DPIIT દ્વારા હાથ ધરવામાં આવેલ 2021 રેન્કિંગ 7 વ્યાપક સુધારા ક્ષેત્રો પર આધારિત હતી. જેમાં સંસ્થાકીય સમર્થન, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન, માર્કેટ એક્સેસ, ઇન્ક્યુબેશન સપોર્ટ, ફંડિંગ સપોર્ટ, મેન્ટરશિપ સપોર્ટ અને એનેબલર્સની ક્ષમતા નિર્માણથી લઈને 26 એક્શન પોઈન્ટ્સનો સમાવેશ થાય છે. રેન્કિંગની (States Startup Ranking 2021) સાથે સરકારે તમામ સહભાગીઓ માટે રેન્કિંગનો રાષ્ટ્રીય અહેવાલ, તેમજ ચોક્કસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના અહેવાલો પણ બહાર પાડ્યા, જેમાં માળખા અને પદ્ધતિ, મૂલ્યાંકન પ્રક્રિયા અને પરિણામો સહિતના અભ્યાસની સમગ્ર સંરચનાને પ્રકાશિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો -State Food Safety Index 2021 22 : ગુજરાતે મેળવી બે સિદ્ધિ, નવી દિલ્હીમાં કેન્દ્રીયપ્રધાને એનાયત કર્યા એવોર્ડ

ગુજરાતનું એ પરિબળ જેનું કેન્દ્રએ "શ્રેષ્ઠ પ્રથાઓ"માં સમાવેશ કર્યો - સ્ટાર્ટઅપ્સમાં 150+ સરકારી અધિકારીઓને સામેલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી સંવેદનશીલ પહેલ, તમામ રાજ્ય સમર્થિત ઇન્ક્યુબેટર્સમાંથી 100 ટકા તાલીમ, 300થી વધુ સંભવિત ખાનગી રોકાણકારોને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપવા, સ્ટાર્ટઅપ્સને ફંડિંગ સપોર્ટ (Funding support to startups ) પૂરો પાડવા માટે વર્ષ માટે 2 ફંડ-સ્ટુડન્ટ ઇનોવેશન ફંડ અને GVFL સ્ટાર્ટઅપ ફંડ અને નાણાકીય સહાય દ્વારા સમર્થિત 160+ સ્ટાર્ટઅપ્સને *કેન્દ્ર સરકાર દ્વારા "શ્રેષ્ઠ પ્રથાઓ" તરીકે માન્યતા (States Startup Ranking 2021)આપવામાં આવી છે.

ગુજરાત, કર્ણાટક અને મેઘાલય સ્ટાર્ટઅપ માટે મજબૂત ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટેના શ્રેષ્ઠ રાજ્યોમાં સમાવિષ્ટ થયાં

દેશના અર્થતંત્રને નવી ઊંચાઈ અને નવો આયામ આપવાની ક્ષમતા - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નિવેદન (Statement by CM Bhupendra Patel ) આપતાં આ અવસરે જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સંકલ્પને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. સ્ટાર્ટઅપ્સમાં કોઈપણ દેશના અર્થતંત્રને નવી ઊંચાઈ અને નવો આયામ આપવાની ક્ષમતા છે. આવનારા સમયમાં આ સ્ટાર્ટઅપ્સ ભારતને આત્મનિર્ભર બનાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષમાં ભારતમાં સ્ટાર્ટઅપ્સ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અમારી સરકાર ગુજરાતના સ્ટાર્ટઅપ્સને ( Startups in Gujarat ) પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. સતત ત્રીજી વખત અમને આ એવોર્ડ મળ્યો છે, ગુજરાતની સમગ્ર ટીમને અભિનંદન.

આ પણ વાંચોઃ PM મોદીના જન્મ સ્થળ વડનગરમાં બનશે ઐતિહાસિક સ્થળ, વિશ્વ સ્તરે બની રહેશે પ્રખ્યાત

ગુજરાતમાં નોંધાયેલા સ્ટાર્ટઅપની સંખ્યા 14,200+ (6.70 ટકા) - સ્ટાર્ટઅપ ઈન્ડિયા (Startup India ) વેબસાઈટ અનુસાર ગુજરાતમાં 14,200+ (6.70ટકા ) નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ છે. ગુજરાતમાંથી 180+ ઇન્ક્યુબેટર/શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ નેટવર્ક હાલમાં ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સને સમર્થન આપી રહ્યું છે. આ પહેલોને કારણે, ગુજરાતે (States Startup Ranking 2021) સ્ટાર્ટ-અપ ઈન્ડિયા કાર્યક્રમના સફળ અમલીકરણમાં 'પ્રાઈમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2017' (Prime Minister Award for Excellence in Public Administration 2017) પણ મેળવ્યો છે.

રાજ્ય સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક DPIIT દ્વારા 2018 માં શરૂ કરવામાં આવ્યું હતું -નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને સમર્થન આપવા અને રાજ્યોમાં ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે રાજ્ય સ્તરે ક્ષમતા નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે, DPIIT એ 2018 માં સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક (Startup Ranking Framework ) શરૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરી, 2016ના રોજ "સ્ટાર્ટઅપ ઇન્ડિયા" (Startup India ) પહેલ શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ મજબૂત સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમનું (Startup ecosystem ) નિર્માણ કરવા, ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને રોજગારીની વિશાળ તકો પેદા કરવાનો છે.

ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ છે - ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ બની ગયું છે. જેમાં 72,000 થી વધુ માન્ય સ્ટાર્ટ-અપ્સ અને 100 થી વધુ યુનિકોર્ન છે. ભારતના અર્થતંત્રમાં સ્ટાર્ટઅપ્સના યોગદાનને (contribution of startups to the Indian economy ) માન્યતા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ (National Startup Day) તરીકે ઉજવવાની પણ જાહેરાત કરેલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.