- રાજ્ય સરકારની દિવાળી બાબતે જાહેરાત
- વર્ગ-4ના કર્મચારીઓ માટે જાહેર કરાયુ બોનસ
- 6 મહિના સળંગ નોકરી કરી હશે એવા જ કર્મચારીઓને આપવામાં આવશે બોનસ
ગાંધીનગર: સમગ્ર દેશમાં અને રાજ્યમાં દિવાળી (Diwali)ના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓ (Class-4 Employees) માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે. રાજ્યના નાણા વિભાગ (Finance Department) દ્વારા આજે સત્તાવાર રીતે નોટિફિકેશન કરીને વર્ગ-4 ના તમામ કર્મચારીઓને દિવાળી બોનસ (Diwali Bonus)ની જાહેરાત કરવામાં આવી છે.
વધુમાં વધુ 3500 રૂપિયા બોનસ
રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર પ્રમાણે વર્ગ-4ના કર્મચારીઓને વધુમાં વધુ 3,500 રૂપિયા આપવાની જાહેરાત પરિપત્રમાં કરવામાં આવી છે. આમ વર્ગ-4 ના તમામ કર્મચારીઓને મહત્તમ 3500 રૂપિયા જેટલું જ દિવાળી બોનસ આપવામાં આવશે, જેમાં 30 દિવસનું એડહોક બોનસ તરીકે ગણતરી કરવામાં આવશે. બોનસ 31 માર્ચ 2021ના રોજ મળવા પાત્ર રહેશે.
સળંગ 6 મહિના નોકરી ચાલુ હોવી જોઈએ
રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર પ્રમાણે વર્ગ-4ના તમામ કર્મચારીઓ કે જેમની નોકરી સળંગ 6 મહિનાથી ચાલું છે તેમને બોનસ મળશે. આમ નાણાકીય વર્ષ દરમિયાન વર્ગ-4ના કર્મચારીઓની નોકરી સળંગ 6 મહિના નહીં હોય તો તેઓને દિવાળી બોનસ મળશે નહીં, જેથી જે 6 મહિના સળંગ નોકરી કરનારા વર્ગ-4ના કર્મચારીઓને બોનસ મળવાપાત્ર થશે.
પ્રધાન મંડળના વર્ગ-4ના કર્મચારીઓને મળશે લાભ
રાજ્યના નાણા વિભાગના પરિપત્ર પ્રમાણે જો વાત કરવામાં આવે તો રાજ્યના પ્રધાનમંડળના મહેકમ ઉપરના વર્ગ-4ના કર્મચારીઓને પણ ખાસ કિસ્સામાં દિવાળી બોનસનો લાભ આપવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો પ્રધાનમંડળમાં પ્રધાનોની ચેમ્બરમાં કાર્ય કરતા કર્મચારીઓ કોન્ટ્રાક્ટર હોય છે, ત્યારે તેમને પણ રાજ્ય સરકારના ધારાધોરણ પ્રમાણે દિવાળી બોનસ આપવામાં આવશે.
આ પણ વાંચો: યુવતી સાથે છેડતી પ્રકરણમાં બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જિતેન્દ્ર વાંસિયા સસ્પેન્ડ
આ પણ વાંચો: ભારતમાં બેલ્જિયમના રાજદૂત ફ્રાંકોઇસ ડેલહાયના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ સુરતની મુલાકાતે