ગાંધીનગર : રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક આસ્થાને ઠેસ લાગતાં કાર્ય કરવામાં આવ્યા છે. તે બાબતે રાજ્યના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન સંઘવીએ રાત્રે 11:30 કલાકે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. જેમાં ગાંધીનગર રેન્જ આઇજી અને ખંભાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે તેની વાત કરવામાં આવે તો હવે આ ઘટનાને વધુ વેગ ન મળે તથા અસામાજીક તત્વો તાત્કાલિક ધોરણે પોલીસની હિરાસતમાં આવે તે બાબતે ખાસ આયોજન અને અન્ય જિલ્લામાં ની જ્વાળા પહોંચી નહીં તે બાબતની ખાસ ચર્ચા બેઠકમાં થશે. હિંમતનગર અને ખંભાતની ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી થાય અને ગણતરીના કલાકોમાં ઘટનાને અંજામ આપનારા વ્યક્તિઓની ધરપકડ થાય તે બાબતની સુચના પણ બેઠકમાં આપવામાં આવશે.
અપડેટ ચાલું છે...