ETV Bharat / city

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શ્રાવણ માસમાં ફરાળી ખાદ્ય વસ્તુઓના ચેકીંગ માટે તપાસના આદેશ

author img

By

Published : Aug 3, 2021, 6:17 PM IST

શ્રાવણ માસમાં ફરાળની ચીજ વસ્તુઓની માગમાં સતત વધારો થાય છે. ક્યારેક વેપારીઓ વધુ નફો મેળવવાની લાલચમાં અમુક ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા હોય છે અને તેના કારણે ઉપવાસ તૂટી જવાના અનેક કિસ્સાઓ સામે આવે છે, ત્યારે આવા કોઈ પણ પ્રકારના કિસ્સાઓ સામે ન આવે તેને ધ્યાનમાં લઈને ફરાળી ચીજવસ્તુઓ અને ફરાળમાં વપરાતા તમામ ખાદ્ય પદાર્થોનું રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ
  • શ્રાવણ માસના તહેવારો નિમિતે રાજ્યના ફૂડ વિભાગની કાર્યવાહી
  • શ્રાવણ માસમાં ઉપયોગમાં આવતી ફરાળી ચીજ વસ્તુઓનું થશે ચેકીંગ
  • વેપારીઓ નાગરિકોની શ્રદ્ધા જોડે ચેડા ન કરે તે માટે કરવામાં આવશે તપાસ

ગાંધીનગર : રાજ્યમાં 10 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે અનેક લોકો શ્રાવણ માસના ઉપવાસ અને આરાધના કરતા હોય છે જેથી ફરાળી વસ્તુઓની માગમાં વધારો થાય છે, જ્યારે વેપારીઓ ભાવિક ભક્તોને શ્રદ્ધામાં અને ઉપવાસમાં વધુ નફો મેળવવાની લાલચમાં કોઈ પ્રકારના ચેડા ન કરે તેને ખાસ ધ્યાનમાં લઇને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને તપાસ માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

રાજગરના લોટમાં અન્ય લોટ ભેળવીને ફરાળી વસ્તુ બનાવવામાં આવે છે

વર્ષ 2018માં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજગરાના લોટમાં સિંગના લોટ અને સોજીના તથા અન્ય લોટનું મિશ્રણ કરીને ફરાળી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવાની ઘટનાઓ સામે આવી હતી. તે ઘટનાઓને ધ્યાનમાં લઈને દર વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆતમાં અને શ્રાવણ મહિના દરમિયાન રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તમામ ફરાળી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા અને વેચાણ કરતા વેપારીઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવે છે. આમ વર્ષ 2018માં જે ઘટના બની હતી તે ઘટના ફરીથી ન બને તેને ધ્યાનમાં લઈને પણ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો- ફૂડ એન્‍ડ ડ્રગ્સ વિભાગના નકલી માવો બનાવતી 2 ફેક્ટરી પર દરોડા, સેમ્પલ લઇ FSL મોકલ્યા

ઉત્પાદિત ચીજ વસ્તુ પર લખવી પડશે તારીખ

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નવા નિયમ પ્રમાણે 1 ઓકટોબરથી ગુજરાતનાં તમામ ખાદ્ય વસ્તુઓ ઉપર ઉત્પાદનની તારીખ લખવાનો નિયમ અમલી કરવામાં આવ્યો છે. ત્યારે આ નિયમ શ્રાવણ માસમાં ઉપયોગમાં લેવામાં આવતા ફરાળી ચીજવસ્તુઓમાં પણ બહારની બાજુ ઉત્પાદિત તારીખ અને તેને ક્યાં સુધી વાપરી શકાય તે બાબતની પણ માહિતી ગ્રાહકને આપવી પડશે. આમ, જો કોઈપણ દુકાનદાર દ્વારા માહિતી દર્શાવવામાં નહીં આવે તો પણ તેમને કાયદેસરનો દંડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ માહિતીમાં વસ્તુનું ઉત્પાદન ક્યારે કરવામાં આવ્યું છે, ક્યાં સુધી ખાવા લાયક રહેશે તે પણ માહિતી આપવાની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.