- ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર
- 32,465 વિધર્થીઓ પૈકી 30,343 વિધર્થીઓ આપી હતી પરીક્ષા
- કુલ 4649 વિધાર્થીઓ થયા પાસટ
- સમગ્ર રાજ્યમાં રિપીટરનું પરિણામ ફક્ત 15.32 ટકા
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરવામાં આવ્યા હતા, જ્યારે રીપીટર વિદ્યાર્થીઓની ફરજિયાત રાજ્ય સરકાર દ્વારા બીજી લહેરના સમાપ્તિ દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ 32,465 જેટલા વિદ્યાર્થીઓ રીપીટર પરીક્ષામાં નોંધાયા હતા. એમાંથી 30,343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે આજે સવારે 8 કલાકે જાહેર થયેલા પરિણામ પ્રમાણે ફક્ત 4,649 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
આ પણ વાંચો- ધો-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 15.32 ટકા પરિણામ
સમગ્ર રાજ્યમાં 15.32 ટકા પરિણામ
સમગ્ર રાજ્યના જ પરિણામની વાત કરવામાં આવે તો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર મેળવીને પાસ થનાર ઉમેદવાર ફક્ત 4,649 જેટલા જ વિદ્યાર્થીઓ છે. એટલે કે 4,649 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની રીપીટરની પરીક્ષામાં પાસ થયા છે. જેની પરિણામની ટકાવારી જોવા જઈએ તો સમગ્ર રાજ્યમાં ફક્ત 15.32 ટકા જ વિદ્યાર્થીઓ રીપીટરની પરીક્ષામાં પાસ થયા છે.
ગ્રુપ પ્રમાણે પરિણામ
વિધાર્થીઓ | નોંધાયેલ વિધાર્થીઓ | ઉપસ્થિત ઉમેદવારો | પાસ થયેલ ઉમેદવાર | ટકાવારી |
A ગ્રુપ | 8262 | 7777 | 1130 | 14.53 |
B ગ્રુપ | 10,190 | 9554 | 1151 | 12.05 |
AB ગ્રુપ | 10 | 6 | 0 | 0.00 |
વિદ્યાર્થીનીઓ
વિદ્યાર્થીની | નોંધાયેલ વિદ્યાર્થીની | ઉપસ્થિત ઉમેદવારો | પાસ થયેલ ઉમેદવાર | ટકાવારી |
A ગ્રુપ | 1538 | 1425 | 297 | 20.84 |
B ગ્રુપ | 12,461 | 11,578 | 2071 | 17.89 |
AB ગ્રુપ | 4 | 3 | 00 | 0.00 |
AB ગ્રુપમાં એક પણ વિદ્યાર્થી પાસ નહિ
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની રીપીટરનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં A, B ગ્રુપમાં સ્કૂલ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓમાં 14 જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી ફક્ત નવ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ તમામ વિદ્યાર્થીઓ પાસ જાહેર કરવામાં આવ્યા છે. આ AB ગ્રૂપમાં જે વિદ્યાર્થી રીપીટરની પરીક્ષા ફરીથી આપી રહ્યા હતા, તેમાંથી એક પણ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા નથી.
આ પણ વાંચો- રાજયમાં વિજ્ઞાન પ્રવાહના 65 વિદ્યાર્થીઓ પરિણામથી નારાજ, હવે પરીક્ષા આપીને મેળવશે નવું પરિણામ
વિદ્યાર્થીનીઓએ બાજી મારી
વિદ્યાર્થીઓમાં જો હરીફાઈની વાત કરવામાં આવે તો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની રીપીટરની પરીક્ષામાં સૌથી વધુ છોકરીઓ પાસ થઈ છે. આમ A ગ્રુપમાં કુલ 14.53 ટકાવારી સામે A ગ્રૂપમાં 20.84 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. જ્યારે B ગ્રુપમાં વિદ્યાર્થીઓની 12.05 ટકાવારી છે, જેની સામે વિદ્યાર્થીનીઓ 17.89 ટકા પાસ થઈ છે. આમ, છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ સારું આવ્યું છે.