- ધોરણ 10 રિપીટર અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
- 1 જુલાઈથી 16 જુલાઈ સુધી યોજાશે પરીક્ષાઓ
- ધો. 10 રેગ્યુલર વિધાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વચ્ચે પણ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા યોજવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મંગળવારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.
કોરોના SOP સાથે લેવામાં આવશે પરીક્ષા
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીના નિર્ણય પ્રમાણે, ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા કોરોના SOP સાથે જ લેવામાં આવશે. જેમાં એક બ્લોકમાં વધુમાં વધુ ૨૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. જેથી આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષામાં વધુ વર્ગખંડો ઉભા કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જ્યારે તમામ વિદ્યાર્થીઓને સામાજિક અંતર જળવાઈ રહે તેવી રીતે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જ તમામ સ્કૂલોમાં અને બોર્ડના સેન્ટર પર થર્મલ ગન અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
જો વિદ્યાર્થી પોઝિટિવ આવશે તો 15 દિવસ પછી આપી શકશે પરીક્ષા
મહત્વની વાત કરીએ તો રાજ્ય સરકારે આ વખતે ખાસ વિશેષ વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે કરી છે. જો પરીક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવશે તો તેઓ વિદ્યાર્થી ૧૫ દિવસ બાદ ફરીથી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાબતે અગાઉ પણ રાજ્ય સરકારે જાહેરાત કરી હતી.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો કાર્યક્રમ (સમય : 2.30 થી 6 કલાક) | |
1 જુલાઈ | ભૌતિક વિજ્ઞાન |
3 જુલાઈ | રસાયણ વિજ્ઞાન |
5 જુલાઈ | જીવવિજ્ઞાન |
6 જુલાઈ | ગણિત |
8 જુલાઈ | અંગ્રેજી |
10 જુલાઈ | ગુજરાતી તથા અન્ય પ્રથમ ભાષાઓ |
ધોરણ 12 સમાન્ય પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ (સમય : 2.30 થી 6 કલાક) | |
1 જુલાઈ | નામાના મૂળતત્વો |
2 જુલાઈ | આંકડાશાસ્ત્ર |
3 જુલાઈ | તત્વજ્ઞાન |
5 જુલાઈ | વાણિજ્ય વ્યવસ્થા |
6 જુલાઈ | અર્થશાસ્ત્ર |
7 જુલાઈ | અંગ્રેજી |
9 જુલાઈ | સેક્રેટરીયલ પ્રેકટીસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર |
15 જુલાઈ | કોમ્પ્યુટર |
ધોરણ 10 રીપીટર વિધાર્થીઓ માટે પરીક્ષાનો કાર્યક્રમ | |
1 જુલાઈ | ગુજરાતી (પ્રથમ ભાષા) |
2 જુલાઈ | ગુજરાતી (દ્વિતીય ભાષા) |
3 જુલાઈ | વિજ્ઞાન |
5 જુલાઈ | ગણિત |
6 જુલાઈ | સામાજિક વિજ્ઞાન |
7 જુલાઈ | અંગ્રેજી |
8 જુલાઈ | હિન્દી (દ્વિતીય ભાષા) |