- વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીઓ સાથે ઉજવણી કરી
- સમાનતા અને સ્વતંત્રતા જળવાઈ રહેશે તો જ લોકશાહી મજબૂત બનશે
- આપણું બંધારણ આપણી લોકશાહીને મજબૂત કરે છે
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ખાતે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય (speaker of gujarat legislative assembly dr. nimaben acharya) અને વિધાનસભા સચિવાલયના અધિકારીઓ તેમજ કર્મચારીઓ (Officers and staff of the legislative secretariat gujarat)એ બંધારણ દિવસની ઉજવણી (constitution day celebration at gujarat legislative assembly)કરી હતી.
લોકતંત્ર-લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી
બંધારણ દિવસ નિમિત્તે સૌ ભારતીયોને શુભેચ્છા પાઠવતા ગુજરાત વિધાનસભા (gujarat legislative assembly constitution day) ના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યે કહ્યું કે, "ભારતીય લોકતંત્રની આત્મા (the soul of indian democracy) સમાન સંવિધાનના નિર્માણનો દિવસ એટલે બંધારણ દિવસ (Constitution day 2021). લોકતંત્ર-લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી છે. દેશમાં સમાનતા-સ્વતંત્રતા-બંધુતા જળવાઇ રહેશે તો જ લોકશાહી વધુ મજબૂત બનશે."
PM મોદીએ 'બંધારણ દિવસ' ઉજવવાની પરંપરા શરૂ કરી
વધુમાં તેમણે કહ્યું કે, "આપણું બંધારણ આપણી લોકશાહીને મજબૂત કરે છે અને સંસદીય પ્રણાલીમાં લોકોના વિશ્વાસને સુદ્દઢ કરે છે." અધ્યક્ષા નીમાબેન આચાર્યએ ઉમેર્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister narendra modi)એ દેશમાં તારીખ 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની પરંપરા ઊભી કરી તે અન્વયે આ દિવસ ઉજવાય છે જે સૌ ભારતીયો માટે ગર્વની વાત છે."
બંધારણના નિર્માણ કાર્યમાં મહિલાઓનું મહત્વનું યોગદાન
નીમાબેન આચાર્યએ જણાવ્યું કે, "બંધારણના નિર્માણ કાર્યમાં કનૈયાલાલ મુનશી, ડૉ. બાબાસાહેબ આંબેડકર (doctor babasaheb ambedkar), ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ઉપરાંત હંસાબહેન મહેતા, વિદ્યાલક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ જેવી મહિલાઓનું ઘણું યોગદાન રહેલું છે."
આ પણ વાંચો: Constitution Day 2021: સીએમે કહ્યું વડાપ્રધાન-રાષ્ટ્રપતિ પદે સામાન્ય વ્યક્તિઓ પહોંચ્યાં તે બંધારણની ભેટ છે
આ પણ વાંચો: School Online Classes: 50 ટકા જેટલી સ્કૂલોએ ઓનલાઇન વર્ગ બંધ કર્યા, થશે કાર્યવાહી