ETV Bharat / city

ગાંધીનગરમાં સાયબર ક્રાઈમની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા SPનો આદેશ

વર્તમાન સમયમાં ટેક્નોલોજીના વધતા જતા ઉપયોગ સામે તેનો ગેરફાયદો પણ એટલો જ વધ્યો છે. હાલમાં સાયબર ક્રાઈમમાં પણ દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી વધી રહી છે. મોબાઈલ પર ઓટીપી મોકલીને આંખના પલકારામાં ચોર લાખો રૂપિયા હડપ કરી જાય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઈમ દૂર કરવા માટે જિલ્લા પોલીસ વડાએ પોલીસ સ્ટેશનોમાં આવેલા સાયબર ક્રાઈમની અરજીનો તાત્કાલિક નિકાલ કરવા આદેશ કર્યો છે.

ગાંધીનગરમાં સાયબર ક્રાઈમની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા SPનો આદેશ
ગાંધીનગરમાં સાયબર ક્રાઈમની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા SPનો આદેશ
author img

By

Published : Oct 16, 2020, 5:28 PM IST

ગાંધીનગરઃ દેશ અને દુનિયામાં ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી બદલાઈ રહી છે. ચોર હાઇટેક બની રહ્યા છે. ઓનલાઈન છેતરપિંડી મોટા પ્રમાણમાં થઈ રહી છે. મોબાઈલ ઉપર મેસેજ મોકલીને આંખના પલકારામાં ચોર લાખો રૂપિયા હડપ કરી લેતાં હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઈમને ફરિયાદ દૂર કરવા માટે જિલ્લા પોલીસ વડા ગંભીર બન્યા છે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં આવેલ સાયબર ક્રાઈમની અરજીનો તાત્કાલિક નિકાલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં સાયબર ક્રાઈમની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા SPનો આદેશ
ગાંધીનગરમાં સાયબર ક્રાઈમની અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા SPનો આદેશ
સાયબર ક્રાઈમમાં ઘટાડો કરવો એ પોલીસ માટે પડકારરૂપ છે. ગાંધીનગર જિલ્લામાં પણ આવા અનેક લોકો દ્વારા ભોગ બનવાની અરજી આપવામાં આવી છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ બાબતે ગંભીર બન્યા છે અને જે અરજીનો નિકાલ થઈ શકે તેનો નિકાલ કરવા અને ના થઈ શકે તેને ફરિયાદ દાખલ કરીને ઝડપભેર પરિણામ સુધી પહોંચવા માટે આદેશ કર્યો છે.જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધી 188 અરજી પ્રક્રિયા હેઠળ છે. ત્યારે આ તમામ અરજીનું નિરાકરણ લાવવા સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓને આગામી એક સપ્તાહમાં કામગીરી કરવા જણાવાયું છે . ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લો નાનો હોવા છતાં 188 અરજી સાઈબર ક્રાઇમ બાબતે આવી છે ત્યારે આ બાબતની જાગૃતિ આવે તે જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.