ETV Bharat / city

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીનું લેપટોપ, આઈપેડ અને ફોન તપાસ માટે Gandhinagar FSL લવાયા - FSL ગાંધીનગર

સૂત્રોના જણાવ્યા અનુસાર બહુચર્ચિત રાજ કુન્દ્રા ( Raj Kundra ) પોર્ન ફિલ્મ કેસમાં બિઝનેસમેનની પત્ની અને મશહૂર અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ( Shilpa Shetty ) લેપટોપ આઈપેડ અને ફોન વધુ તપાસ માટે ગાંધીનગર એફએસએલ ( Gandhinagar FSL ) મોકલવામાં આવ્યા છે. એફ.એસ.એલ ( FSL ) દ્વારા તેની તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચ માટે મહત્ત્વની કડીરૂપ સાબિત થઈ શકે છે.

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીનું લેપટોપ, આઈપેડ અને ફોન તપાસ માટે Gandhinagar FSL  લવાયા

author img

By

Published : Jul 26, 2021, 6:39 PM IST

  • બે દિવસમાં રિપોર્ટ તૈયાર થાય તેવી શકયતા
  • એફ.એસ.એલ. દ્વારા તૈયાર કરાશે રિપોર્ટ
  • નવી કડી રાજ કુન્દ્રા કેસને લઈને સામે આવી શકે છે

ગાંધીનગર : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ( Shilpa Shetty ) પતિ અને બિઝનેસમેન એવા રાજ કુન્દ્રાની ( Raj Kundra ) અશ્લીલ ફિલ્મો બનાવવા મામલે ધરપકડ કરાઈ છે. ત્યારે આ કેસમાં શિલ્પા શેટ્ટીની ભૂમિકાની તપાસ પણ એટલી જ બારીકાઈથી કરવામાં આવી રહી છે. આ સંદર્ભે વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચે છાપો મારી શિલ્પા શેટ્ટીના ઘરેથી અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુ જેમાં મોબાઈલ, લેપટોપ, આઇપેડ જપ્ત કર્યું છે. આ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને ગાંધીનગર એફએસએલ ( Gandhinagar FSL ) માટે લાવવામાં આવ્યા છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. જેથી આ દિશામાં નવી કડી રાજ કુન્દ્રા કેસને લઈને સામે આવી શકે છે.

ક્લોનીંગ માટે લવાયેલા આઇપેડ, ફોન અને લેપટોપની તપાસ કરી રિપોર્ટ બે દિવસમાં તૈયાર થાય તેવી શક્યતા
સૂત્રોના જણાવ્યા અનુસાર ક્લોનીંગ માટે લવાયેલા આઇપેડ, ફોન અને લેપટોપની તપાસ કરી રિપોર્ટ બે દિવસમાં તૈયાર કરાશે. લેપટોપના કેટલાક જરૂરી ડેટા તેમજ ફોન પરના ચેટિંગ વગેરેની તપાસ ઝીણવટપૂર્વક એફએસએલમાં ( Gandhinagar FSL ) કરવામાં આવશે. ખાસ કરીને મોબાઈલ ચેટિંગ દરમિયાન રાજ કુન્દ્રા ( Raj Kundra ) અને અશ્લીલ ફિલ્મોને લગતી તેમજ આ બિઝનેસ સાથે જોડાયેલી કેટલીક વાત સામે આવી શકે છે. ઇલેક્ટ્રોનિક ગેજેટ ક્રાઈમ બ્રાન્ચ માટે અનેક ભેદો ખોલી શકે છે. આ કેસમાં રાજ કુંદ્રા અને તેની આજુબાજુ જોડાયેલા દરેક વ્યક્તિની તપાસ બારીકાઈથી કરવામાં આવી રહી છે.

શિલ્પા શેટ્ટીની સંડોવણી છે કે કેમ તે અંગે પણ અનેક સવાલો
શિલ્પા શેટ્ટીની ( Shilpa Shetty ) આ કેસમાં સંડોવણી છે કે કેમ, રાજ કુન્દ્રાને ( Raj Kundra ) અશ્લીલ ફિલ્મ બનાવતો હતો તેની જાણ પણ શિલ્પાને હતી કે કેમ? તે અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે કેમકે પતિ રાજ કુન્દ્રાની વિઆન ઈન્ડસ્ટ્રીઝમાં શિલ્પાએ રાજીનામું આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે. શિલ્પા ત્યાં ડાયરેક્ટર હતી અને વિઆન થકી પોર્ન ફિલ્મો ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ થતું હતું ત્યારે આ દિશા તરફ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેથી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ એક સફળ કડી સાબિત થઈ શકે છે. તેમાં પણ મોબાઈલ અને લેપટોપના ડેટા તેમજ આઇપેડના આધારે વધુ જાણકારી મેળવી શકાય છે.
આ પણ વાંચોઃ રાજ કુંદ્રાના કેસમાં તેની જ કંપનીના 4 કર્મચારીઓ બનશે સાક્ષી

આ પણ વાંચોઃ મને "હોટ શોટ્સ" એપ વિશે કોઈ જાણકારી નથી : શિલ્પા શેટ્ટી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.