ETV Bharat / city

દિલ્હીનું હાઈ કમાન્ડ લોકો અને પાર્ટીને ટેકન ફોર ગ્રાન્ટેડ  સમજે છે: શંકરસિંહ વાઘેલા - Shankarsinh Vaghela

ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે તેને જોતાં સૌ કોઈની નજર ગુજરાતની રાજનીતિ પર છે. શા માટે મુખ્યપ્રધાને રાજીનામું આપવું પડ્યું, કોના ઇશારાથી રાજીનામું આપવું પડ્યું ? આગામી 2022 ની ચૂંટણી નજીક આવી રહી છે. તે પહેલાં જ રાજીનામું આપવાની શા માટે ફરજ પડી ? વગેરે સવાલોને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ આ વાતમાં સૂર પુરાવી પોતાના વિચારો ગુજરાતની રાજનીતિને લઈને એક વીડિયો મારફતે શેર કર્યા હતા.

Statement of Shankarsinh Vaghela
Statement of Shankarsinh Vaghela
author img

By

Published : Sep 11, 2021, 11:24 PM IST

ગુજરાતની રાજનીતિને લઈને શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા

મુખ્યપ્રધાનના પદ પર બિરાજમાનનું કોઈ સ્વમાન જ નથી હોતું

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન પણ બદલવાની વાત હતી

ગાંધીનગર: શંકરસિંહ વાઘેલાએ વિજય રૂપાણીના રાજીનામા બાદ જણાવ્યું હતું કે, દિલ્હીનું હાઈ કમાન્ડ ગુજરાતના લોકો અને પાર્ટીને ટેકન ફોર ગ્રાન્ટેડ સમજી રહ્યું છે. આ સાથે તેમને કેન્દ્ર સરકાર પર બળાપો કાઢયો હતો અને તેમના ઈશારે જ રાજ્યમાં દરેક પ્રકારના મહત્વના નિર્ણય લેવામાં આવતા હોય છે. તો શું મુખ્યપ્રધાનના પદ પર બિરાજમાનનું કોઈ સ્વમાન જ નથી હોતું ? આમ તેમણે અનેક વાતો પર જોર આપી ભાજપા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

દિલ્હીનું હાઈ કમાન્ડ લોકો અને પાર્ટીને ટેકન ફોર ગ્રાન્ટેડ સમજે છે : શંકરસિંહ વાઘેલા

વિજય રૂપાણીની પણ બદલવાની છેલ્લા એક મહિનાથી વાત ચાલી રહી હતી : શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં અને દિલ્હીમાં શાસન કરી રહી છે. દેશની જનતાને ઉલ્લુ અને મૂર્ખ બનાવવાનું કામ છે. ગુજરાતમાં સ્ટેબિલિટી છે જ નથી. કેશુભાઈ અને ત્યાર બાદ આનંદીબેન પટેલ, રૂપાણી એમનો શું વાંક હતો ? દિલ્હીનું હાઈ કમાન્ડ લોકો અને પાર્ટીને ટેકન ફોર ગ્રાન્ટેડ સમજે છે, અને અમે કહીશું તે જ થશે તેવું વિચારી રહ્યા છે. આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બદલવાની વાત હતી. વિજય રૂપાણીની પણ બદલવાની છેલ્લા એક મહિનાથી વાત ચાલી રહી હતી.

શું મુખ્યપ્રધાન પણ કઠપૂતળી છે શું તેમનું કોઈ સ્વમાન જ નથી ? : શંકરસિંહ વાઘેલા

ગુજરાતમાં BJP ડાઉન જઈ રહી છે કોરોના અનએમ્પ્લોયમેન્ટ, મોંઘવારીને કારણે લોકો પણ ઇલેક્શનની રાહ જોઈ રહ્યા છે. મુખ્યપ્રધાન પણ કઠપૂતળી છે શું તેમનું કોઈ સ્વમાન નથી હોતુ. સંઘનું પણ સ્વમાન નથી રહ્યું. આજે જે પણ થઈ રહ્યું છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના આ છેલ્લા ગુજરાતના મુખ્યપ્રધાન હશે. જો જે MLA નથી તે મુખ્યપ્રધાન બનશે તો ગુજરાતનું ઇલેક્શન છ મહિનાની અંદર ઉત્તરપ્રદેશની સાથે થશે પરંતુ આ આખરી મુખ્યપ્રધાન BJP ના હશે તે નિશ્ચિત છે. તેવું શંકરસિંહ વાઘેલાએ વીડિયો મારફતે જણાવ્યું હતું.

દિલ્હી અને રાજ્યના પ્રધાનોને કંઈ જ કરવાનું નથી, જે પણ કરવાનું છે તે રિમોટથી જ કરવાનું છે : શંકરસિંહ વાઘેલા

તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હી અને રાજ્યના મંત્રીઓને કંઈ જ કરવાનું નથી જે પણ કરવાનું છે તે રિમોટથી જ કરવાનું છે બીજેપીને એ સમજવું જોઇએ કે સમાજ નીતિ, બિઝનેસ નીતિ, બાળકોને ભણાવવાનીતિ પણ હોવી જોઈએ પરંતુ તેમને ફક્ત રાજનીતિ જ આવડે છે. બીજેપીની આ છેલ્લી રાજનીતિ રહેશે. 2024 આવનાર લોકસભાની રાહ નહીં જોવી પડે કેમ કે બીજેપી સરકાર નહીં હોય. ગુજરાત જ તેમનું બેઝ છે પાર્ટી અને પબ્લિક બંને નારાજ છે પરંતુ અમે જે કહીએ તે જ ખરું પરંતુ આ ગુજરાતનું અપમાન છે. ડેમોક્રેસીનું અપમાન થઇ રહ્યું છે આ પ્રકારની દાદાગીરી ના કરવી જોઈએ. જેનાથી લોકોને અને પાર્ટીના વર્કર અને ગુજરાતની જનતાને ઠેશ પહોંચી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.