ગાંધીનગરઃ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં એનસીપીને ધબકતું કરવા માટે બાગડોર સંભાળી હતી. પરંતુ બાપુને માત્ર હોદ્દો આપીને તમામ કામગીરી ઉપરથી થતી હોય તેવું જોવા મળતાં કાર્યકરો નારાજ થયાં હતાં. જેને લઈને થોડા સમય પહેલાં બાપુએ કાર્યકરોની વાત રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડી હતી. પરંતુ તેનું પરિણામ નહીં આવતાં આખરે બાપુએ આજે સોમવારે એનસીપીમાંથી રાજીનામું આપી દીધું હતું.
આખરે શંકરસિંહ વાઘેલાએ 'ઘડી' બંધ કરી, પ્રજા શક્તિ મોરચાની બાગડોર સંભાળશે
પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આખરે એનસીપીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખને લઈને ગૂંચવાયેલું કોકડું નહી ઉકેલાતા બાપુએ ઘડીને સમય આપવાનું બંધ કર્યું છે. બાપુએ કહ્યું કે, રાષ્ટ્રીય પ્રમુખ સાથે વાત થઈ હતી. તેમની સમસ્યાનું સમાધાન લાવવા પણ જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ તે માત્ર વાતો જ સાબિત થઇ હતી.જેને લઇને હતી.જેને લઇને લઇને આખરે આજે શરદ પવારને રાજીનામું આપી દીધું હતું.