ETV Bharat / city

Shailesh Parmar Demands : એસ્સારના ગેરકાયદે બાંધકામ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરો, 99 વર્ષના ભાડાપટ્ટાની જમીન મૂળ હકદારે આપી

author img

By

Published : Apr 18, 2022, 9:10 PM IST

કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે ભાડાપટ્ટાની જમીન પર એસ્સારે ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. સરકારના નિયમ પ્રમાણે મૂળ માલિક કોઈપણને જમીનની સત્તા ન આપી શકે. આ કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ (Land Grabbing Act ) પગલાં લેવાની માગણી (Shailesh Parmar Demands ) કરી છે.

Shailesh Parmar Demands : એસ્સારના ગેરકાયદે બાંધકામ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરો, 99 વર્ષના ભાડાપટ્ટાની જમીન મૂળ હકદારે આપી
Shailesh Parmar Demands : એસ્સારના ગેરકાયદે બાંધકામ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરો, 99 વર્ષના ભાડાપટ્ટાની જમીન મૂળ હકદારે આપી

ગાંધીનગર : કોંગ્રેસના વિધાનસભાના નેતા શૈલેષ પરમારે સરકારે ભાડાપટ્ટે આપેલી જમીન પર એસ્સાર કંપની દ્વારા ગેરકાયદે બાંધકામ( Essar Illegal construction ) કરાયું હોવાનો આક્ષેપ કર્યો છે. સરકારના નિયમ પ્રમાણે મૂળ માલિક જે છે તે કોઈપણ ને જમીનની સત્તા આપી શકતો નથી ત્યારે મૂળમાંથી કરાર કરીને ખાનગી કંપનીને જમીન આપી છે. રાજ્ય સરકાર આ બાબતે તપાસ કરીને એસ્સાર ખાનગી કંપની પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ (Land Grabbing Act )કેસ દાખલ કરીને કાયદેસરની તપાસ કરવાની માગ (Shailesh Parmar Demands ) શૈલેષ પરમાર અને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના દંડક સી. જે. ચાવડાએ (Congress Dandak C J Chavda) કરી હતી.

કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે ભાડાપટ્ટાની જમીન પર એસ્સારે ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો

કેટલી જમીન પર ગેરકાયદે હક કર્યો - કોંગ્રેસના ગુલાબ વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમારે આક્ષેપ કર્યા હતાં કે સુરતના હજીરા ખાતે નવસાધ્ય કરવા માટે 99 વર્ષના ભાડાપટ્ટે અપાયેલ સરકારી જમીનમાં ગેરકાયદે વેચાણ કરવામાં આવ્યું છે. ચાવડાએ (Congress Dandak C J Chavda) વધુમાં આક્ષેપ કર્યા હતા કે રાજ્ય સરકાર દ્વારા શાંતિલાલ જેરામ પટેલને 99 વર્ષના ભાડાપટ્ટે નવસાધ્ય કરવા માટે જમીન આપવામાં આવી હતી. જે જમીનમાં અત્યારે શ્રી સરકાર પણ દાખલ થયેલ છે. ત્યારે આવી 2,24,905 ચો. મી. જમીન પર રેકોર્ડ મુજબ વર્ષ 2008થી ગેરકાયદે કબજો કરનાર એસ્સાર કંપની( Essar Illegal construction ) સામે આજદિન સુધી કોઇ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. નાયબ કલેકટર અને ચોર્યાસી પ્રાંત ના અધિકારીના 29 મે 1954 ના હુકમ હેઠળ 99 વર્ષના ભાડાપટ્ટેથી શાંતિરામ જેરામ પટેલને જમીન ફાળવવામાં આવી હતી જ્યારે જમીનને નવસાધ્ય કરવા માટે ક્યારેય કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાના આક્ષેપો પણ શૈલેષ પરમારે કર્યા હતાં.

આ પણ વાંચોઃ દેશભક્તમાંથી પરમાર અટક કરી હોવાની શૈલેષ પરમારની હાઈકોર્ટમાં જુબાની

27 મે 2005માં કરારનામું અને બાનાખત એસાર સ્ટીલ તરફ કરાયું - શૈલેષ પરમારે વધુમાં આક્ષેપ કર્યો હતો કે શાંતિલાલ જેરામ પટેલે હજીરાના સર્વે નંબર 355 અને 358 પૈકીની જમીન તાલુકો ચોર્યાસી જિલ્લો સુરતને 27 મે 2005ના લખી આપેલ હતી. સાથે જ હજીરાના વિકસિત સ્પોન્જ આર્યન, સ્ટીલ પ્લાન્ટ તથા અન્ય ઔદ્યોગિક હેતુ માટે તેમાં આવેલ મકાન ઝાડ પર થતા અન્ય વિકાસ ગામ સહિત આજરોજ હજીરા અને તેના પ્રત્યક્ષ કબજો સ્થળ ઉપર સુપ્રત કરી લખી આપવામાં આવી હતી. ત્યારે સરકારના નિયમ પ્રમાણે નવસાધ્ય કરવા આપેલ અને 99 વર્ષના ભાડાપટ્ટે અપાયેલી જમીનને કોઈપણ પ્રકારનું બાંધકામ કરી ન શકાય. પરંતુ એસ્સાર કંપની ( Essar Illegal construction )દ્વારા અત્યારે ત્યાં કાર્યરત છે અને ગેરકાયદે બાંધકામ પણ કર્યા હોવાના આક્ષેપ શૈલેષ પરમારે કર્યા હતાં. આમ આ સમગ્ર ઘટનામાં રાજ્ય સરકાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ (Land Grabbing Act ) કાયદેસરની કાર્યવાહી કરવાની માગ (Shailesh Parmar Demands ) પણ શૈલેષ પરમાર અને સી જે ચાવડાએ કરી હતી.

સરકારના નિયમ પ્રમાણે મૂળ માલિક કોઈપણને જમીનની સત્તા ન આપી શકે

આ પણ વાંચોઃ સરકારના 45 ટકા કર્મચારીઓ ફિક્સ કે આઉટસોર્સિંગની નોકરી પરઃ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર

મૂળ માલિકે ચેકથી પેમેન્ટ લીધું - શૈલેષ પરમારે વધુમાં આક્ષેપ કર્યા હતાં કે હજીરાના રેવન્યુ સર્વે નંબર 355 પૈકી ની 96,417 ચો. મી. જમીનની કુલ કિંમત 2,38,25,000 છે. જે પૈકી 90 ટકા લેખે 2,14,42,500 ચૂકવી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીની 10 ટકા 23,82,500 રકમ પાકો દસ્તાવેજ કરવામાં આવ્યો છે. આનો ઉલ્લેખ પણ કરાવવામાં અને શોર્ટકટમાં કરેલ છે. જ્યારે સર્વે નંબર 358 ની 1,28,488 ચોરસ મીટર જમીનની કુલ કિંમત 3,17,50,000 થાય છે તે પૈકી 90 ટકા લેખે રૂપિયા 2,85,75,000 ચૂકવ્યા અને 10 ટકાના 31,75,000 પાકો રજિસ્ટર્ડ દસ્તાવેજ થાય ત્યારે ચૂકવવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ આ બંને સર્વેની જમીનના રૂપિયા 50ના સ્ટેમ્પ પર શાંતિલાલ જેરામ પટેલ અને તેમના પુત્રે સાક્ષી તરીકે સહી કરી અને ખાનગી કંપનીને જમીન આપીને ગેરકાયદે જમીનના વેચાણ બદલ જંત્રીના દર મુજબ ચેકથી પેમેન્ટ અને કરોડો રૂપિયા કાળા નાણા તરીકે રોકડા લીધા હોવાના આક્ષેપ પણ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકાર આ બાબતે તપાસ કરાવે અને સરકારી જમીન કે જે અત્યારે શ્રી સરકાર થઈ ગઈ છે તેને વેચવા બદલ અને ખાનગી કંપનીએ ( Essar Illegal construction ) તેના પર ગેરકાયદે બાંધકામ કર્યું છે તે બદલ બંને પક્ષો ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act ) દાખલ કરીને જમીન સરકારને પરત થાય તેવી માગ(Shailesh Parmar Demands ) શૈલેષ પરમારે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.