- ગાંધીનગર જિલ્લામાં રવિ પાકનું વાવેતર સારૂ
- સૌથી વધુ માણસા તાલુકાનું 14045 હેક્ટર અને સૌથી ઓછું કલોલનું 4230 હેક્ટર વાવેતર
- જિલ્લામાં કુલ 49,858 હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર
ગાંધીનગરઃ કોરોનાની મહામારી વચ્ચે શિયાળાની સીઝન દરમિયાન ગાંધીનગર જિલ્લામાં કુલ 40,858 હેક્ટર જમીનમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યુ છે. જેમાં સૌથી વધુ વાવેતર માણસા તાલુકામાં 14045 હેક્ટરમાં અને સૌથી ઓછું કલોલ તાલુકામાં 4210 હેક્ટર વિસ્તારમાં થયું છે. આ સીઝનમાં મુખ્યત્વે ઘઉં, બટાકા અને તમાકુનું વાવેતર વધુ રહ્યું છે.
ખરીફ સીઝન સારી રહી
આ વર્ષે ખરીફ સીઝન સારી રહી હોવાના કારણે ખેડૂતોએ રવિ સીઝનના પ્રારંભે આજે રવિ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. જેમાં જિલ્લાના ખેડૂતોએ અત્યાર સુધીમાં 40858 હેક્ટર વિસ્તારમાં રવિ સીઝનનો પાકનું વાવેતર કર્યુ છે.
ક્યા અને કેટલુ વાવેતર થયું
રવિ પાકની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ગાંધીનગર જિલ્લામાં ઘઉંનું 10,179 હેક્ટરમાં, ચણાનું 779 હેક્ટરમાં, રાયનું 7145 હેક્ટરમાં, તમાકુનું 2813, વરીયાળીનું 897 હેકટરમાં અને બટાકાનું 7686 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે શાકભાજીનું 5130, ઘાસચારાનું 12,622 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આમ કોરોનાની મહામારી વચ્ચે પણ રવિ સીઝનમાં વાવેતર સારૂ થયું છે. જ્યારે દહેગામમાં 12,377 હેક્ટર ગાંધીનગરમાં 10206 હેક્ટર, કલોલમાં 4230 અને માણસામાં 14045 હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.