રવિવારે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જાહેર પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 3,901 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેની સામે લાખો ઉમેદવારોએ પરીક્ષા આપવા નોંધણી કરી છે.
ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3 પરીક્ષાના એક દિવસ પહેલા જ બેઠક વ્યવસ્થા ખોરવાતા 4 જિલ્લાના 48 હજાર પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લામાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા ખૂટવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારે યોજાનારી પરીક્ષામાં કુલ 10,45,442 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે. તેની સામે સમગ્ર રાજ્યમાં પરીક્ષા માટે કુલ 3,173 કેન્દ્રો રાખવામાં આવ્યાં છે.
કયા જીલ્લામાંથી કેટલા પરીક્ષાર્થીઓને ક્યાં ખસેડાયા ?
- બનાસકાંઠામાંથી 13 હજાર વિદ્યાર્થીઓને મહેસાણા
- મહેસાણામાંથી 13 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ
- ગાંધીનગરમાંથી 13 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ
- અરવલ્લીમાંથી 5 હજાર વિદ્યાર્થીઓને ખેડા
- અરવલ્લીમાંથી 4 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ