ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા મિશન શરૂ (Swachh Bharat Mission 2022) કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના 18261 ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ સુંદર અને સ્વસ્થ બનાવવા માટે ODF Plus App શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મુખ્ય પાંચ ODF Plus ના ઘટકો એટલે કે ODF સ્થાયિત્વ ઘન કચરાનું વ્યવસ્થાપન, પ્રવાહી કચરાનુ વ્યવસ્થાપન, ગોવર્ધન માનવ વ્યવસ્થાપન વગેરે તરફ ખૂબ જ સક્રિય પ્રયાસો કરવામાં કરવામાં આવી રહ્યા છે. તેમજ વર્ષ 2024-25 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં મીડિયાની સકારાત્મક ભૂમિકા: પીએમ મોદી
ગામોને સ્વચ્છ રાખતા આગેવાનોને એવોર્ડ અપાયો - મળતી માહિતી મુજબ ગુજરાતના ગ્રામ્ય (Rural Areas in Gujarat are Clean) વિસ્તારને સ્વચ્છ અને સમૃદ્ધિ રાખવા માટે અમુક આગેવાનો અને ગામના લોકોને નિમણૂક કરવામાં આવ્યા છે. ત્યારે આજે ગાંધીનગરમાં નર્મદા હોલ ખાતે યોજાયેલા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના (Swachh Bharat Mission Gramin Yojana) અંતર્ગત વિશ્વ દિવસની ઉજવણી નિમિત્તે 10 જેટલા સ્વચ્છતાગ્રહી નાગરિકોનું (Sanitation Soldiers Honored in Gandhinagar) સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેઓને સ્વચ્છતા સૈનિકોના સન્માન આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ ટેનમાં ગુજરાતના ચાર શહેર, ગુજરાત માટે ગૌરવની વાતઃ વિજય રૂપાણી
રાજ્યમાં 43 લાખ થી વધુ શૌચાલય તૈયાર કરવામાં આવ્યા - ગુજરાતના અને ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લામાં શૌચક્રિયા (Toilets in Gujarat) માટે નાગરિકોને જવું પડતું હતું. સરકારે દાવો કર્યો છે કે, ભારત સ્વચ્છતા મિશન અંતર્ગત ગુજરાત રાજ્યમાં 43 લાખથી વધુ શૌચાલય તૈયાર કરવામાં આવ્યા અને ગ્રામીણ વિસ્તારમાં વ્યક્તિગત શૌચાલય નિર્માણ થકી ગામોની 100 ટકા ખુલ્લામાં શૌચક્રિયા માંથી મુક્તિ અપાવવા માટે 43 લાખથી વધુ શૌચાલયનો કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમજ હવે સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કામાં સંપૂર્ણ સ્વચ્છતાના વિચારોને ધ્યાનમાં રાખીને વર્ષ 2024-25 સુધીમાં ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તારને સ્વચ્છ સુંદર અને સ્વસ્થ બનાવવા માટે ODF Plus ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.