ગાંધીનગર : રાજ્યના ગરીબ બાળકોને સારું શિક્ષણ મળે તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (Right to Education Act )અંતર્ગત એડમિશન (RTE Admission Process 2022)આપવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ત્રીજા રાઉન્ડના (Third round of RTE admission process) અંતે રાજ્ય સરકારે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વર્ષ 2022-23માં ત્રીજા રાઉન્ડ ના અંતે કુલ 2132 એડમિશન (RTE Admission in Gujarat 2022) આપવામાં આવ્યા છે.
62,895 એડમિશન ફાઇનલ થયા - RTE ACT-2009 અન્વયે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં 58,347 તથા બીજા રાઉન્ડમાં 4548 એમ બંને રાઉન્ડના અંતે એકંદરે કુલ 62,895 જેટલાં વિદ્યાર્થીઓએ (RTE Admission Process 2022)જે તે શાળાઓમાં રૂબરૂ જઈ પ્રવેશ સુનિશ્ચિત કર્યો છે.
આ પણ વાંચોઃ RTEમાં મોટા ગફલા, ગરીબ અને આર્થિક પછાત વર્ગના બાળકો શિક્ષાથી અળગા રહેશે તો કોનો જિમ્મેદારી ?
બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલી જગ્યાઓ - આ જગ્યાઓ પર વધુને વધુ નબળા તથા વંચિત જૂથના બાળકોને RTE એક્ટ-2009 (Right to Education Act )હેઠળ પ્રવેશનો લાભ મળી રહે તે હેતુથી પ્રથમ અને બીજા રાઉન્ડના અંતે પ્રવેશથી વંચિત રહેલાં અને માન્ય અરજી ધરાવતા 1,05,644 અરજદારોને ત્રીજા રાઉન્ડ પૂર્વે (Third round of RTE admission process) શાળાઓની પુન : પસંદગીની તક 26 મેં 2022 થી 28 મેં 2022 દરમિયાન (RTE Admission Process 2022)આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન એકંદરે કુલ 52,687 અરજદારોએ શાળાઓની પુન: પસંદગી કરેલ જ્યારે બાકીના 52,957 અરજદારોએ અગાઉ દર્શાવેલ શાળાઓ યથાવત રાખી હતી.
આ પણ વાંચોઃ નવસારીની સર જે. જે. સ્કૂલે RTE હેઠળ 23 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ન આપ્યો, વાલીઓએ કરી રજૂઆત
ત્રીજા રાઉન્ડમાં સોમવાર સુધી એડમિશન લેવું ફરજીયાત - RTE એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ તા. 31 મેં 2022 મંગળવારના રોજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ 2132 જેટલાં બાળકોને પ્રવેશ (RTE Admission Process 2022)ફાળવવામાં આવ્યો છે. જ્યારે ઉપલબ્ધ જગ્યાઓ પૈકી ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી (Third round of RTE admission process) બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં 6495 જેટલી જગ્યાઓ ખાલી રહી છે. જેમાં ગુજરાતીમાં 728, અંગ્રેજીમાં 4470, હિન્દીમાં 1189 અને અન્ય માધ્યમમાં 108 જગ્યાઓનો સમાવેશ થાય છે તેમ વધુમાં જણાવાયું છે.
6 જૂન 2022 પ્રવેશ નિયત કરાવવો - ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. 6 જૂન 2022 સોમવાર સુધીમાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવવાનો રહેશે. રાજ્યમાં શૈક્ષણિક વર્ષ-2022-23 દરમિયાન કુલ 9955 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદાં-જુદાં માધ્યમમાં કુલ 71,396 જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી.