ETV Bharat / city

સરકારી શાળાઓમાં કેમ ઓરડા ઓછા છે, કોંગ્રેસના સવાલ પર વિધાનસભામાં ઘેરાઈ રાજ્ય સરકાર - Gujarat Legislative Assembly News

રાજ્ય સરકાર સરકારી શાળાઓને મંજૂરી ઓછી આપે છે અને ખાનગી શાળાઓને વધારે મંજૂરી આપે છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા સવાલોને લઈને મોટો ખુલાસો થયો છે. જેમાં કોંગ્રેસે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટને લઈને સવાલ કર્યા હતા. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હાલ 18,537 ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભા
author img

By

Published : Mar 5, 2021, 5:11 PM IST

  • સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ
  • સરકારી પ્રાથમિક શાળાઓમાં 18,537 ઓરડાઓની છે ઘટ
  • સરકારે છેલ્લા એક વર્ષમાં માત્ર 994 ઓરડા બનાવ્યાં

ગાંધીનગર: એક તરફ રાજ્ય સરકાર સરકારી શાળાઓને મંજૂરી ઓછી આપે છે અને ખાનગી શાળાઓને વધારે મંજૂરી આપે છે. ત્યારે વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા સવાલોને લઈને મોટો ખુલાસો થયો છે. જેમાં કોંગ્રેસે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટને લઈને સવાલ કર્યા હતા. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હાલ 18,537 ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2015માં જેટલા ઓરડાની ઘટ હતી તે વધીને વર્ષ 2018 માં ડબલ થઈ છે. વર્ષ 2018માં 16,008 ઓરડાઓની ઘટ હતી. જ્યારે તેની સામે સરકારે વર્ષ 2019 માં ફક્ત 994 ઓરડા બનાવ્યાં હતા.

આ પણ વાંચોઃ છેલ્લા 2 વર્ષમાં ટ્રેક્ટર સહાય માટેની 40 ટકા અરજીઓ નામંજૂર કરાઈ

બનાસકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં સૌથી વધુ ઓરડાઓની ઘટ

સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ છે, બનાસકાંઠામાં 1155 ઓરડાની ઘટની સામે સરકારે માત્ર 172 ઓરડા બનાવ્યાં છે. દાહોદ જિલ્લામાં 1,477, પંચમહાલમાં 1194, વલસાડમાં 735, આણંદમાં 849, મુખ્યપ્રધાનના ગઢ રાજકોટમાં 449, ખેડામાં 829, સાબરકાંઠામાં 906, મહેસાણામાં 905, અમદાવાદમાં 449, સુરેન્દ્રનગરમાં 466, જામનગરમાં 391, છોટાઉદેપુરમાં 576 ઓરડાની ઘટ છે. સરકાર જે રીતે ઓરડા બનાવવાની કામગીરી કરી રહી છે, તે જ પ્રમાણે જો ઓરડા બનાવશે. તો સરકારને હાલના જે ઓરડાઓની ઘટ છે, તે પ્રમાણમાં 18 વર્ષ જેટલો સમય લાગે તેવું છે.

આ પણ વાંચોઃ ખાદ્ય તેલના ભાવ વધારા મુદ્દે ગૃહમાં હોબાળો, નિકાસ વધુ એટલે ભાવ વધારાનો સરકારનો જવાબ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.