ETV Bharat / city

અમે તો આર્મીના સૈનિકો છીએ, માથે કફન બાંધીને નીકળીએ છીએ : રિટાયર્ડ આર્મી જવાનોનો સરકાર સામે રોષ - ઈટીવી ભારત ગુજરાત

અમદાવાદમાં ધરણાં કર્યા બાદ આખરે નિવૃત્ત સૈનિકોએ સચિવાલય સામે મોરચો ખોલ્યો હતો. પોતાના 14 મુદ્દાને લઈને સચિવાલયમાં ચડાઈ કરવા આવેલા નિવૃત્ત જવાનોએ કહ્યું કે, સરકારમાં છેલ્લા બે વર્ષથી રજૂઆતો કરી રહ્યાં છીએ પરંતુ પરિણામ મળતું નથી. અમે તો આર્મીના સૈનિકો છીએ જવાનીમાં જ પરિવારે માથે કફન બાંધીને મોકલ્યાં હતાં. આજે પણ અમારી સમસ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી જવાના નથી.

માગણીઓ સાથે નિવૃત્ત સૈનિકોએ સચિવાલયમાં ધરણા કર્યાં
નિવૃત્ત સૈનિકોએ ખોલ્યો ગાંધીનગર સચિવાલય સામે મોરચો
author img

By

Published : Jan 27, 2020, 4:17 PM IST

ગાંધીનગરઃ રાજ્યનું પાટનગર વર્ષ 2020ની શરૂઆતથી જ આંદોલનને લઈને ધમધમી રહ્યું છે. એક પછી એક સંગઠનો પોતાની માંગને લઇને ગાંધીનગરમાં ચડાઈ કરી રહ્યાં છે ત્યારે આજે સોમવારે ગાંધીનગરમાં નવા સચિવાલય ખાતે નિવૃત્ત સૈનિકો દ્વારા મોરચો માંડવામાં આવ્યો હતો.

નિવૃત્ત સૈનિકોએ ખોલ્યો ગાંધીનગર સચિવાલય સામે મોરચો

સવારે અમદાવાદથી રેલી સ્વરૂપે નીકળેલા આર્મીના નિવૃત્ત સૈનિકો નવા સચિવાલય ગેટ નંબર 1 ખાતે દેશની આન, બાન અને શાન રાષ્ટ્રીય ધ્વજને હાથમાં લઈને વિરોધ કરવા આવ્યાં હતાં.પાટનગરમાં નિવૃત્ત સૈનિકોએ મોરચો માંડયો હતો. ત્યારે તેમણે કહ્યું કે, અમારી મુખ્ય 14 માગણીઓને લઈને આજે નાછૂટકે રેલી સ્વરૂપે આવવું પડ્યું છે. જેમાં મુખ્ય માગ છે કે, સૈનિક ત્યારે ફરજ દરમિયાન મૃત્યુ પામે ત્યારે તેની વિધવા પત્નીને રૂપિયા 1 કરોડની સહાય આપવી જોઈએ. તે ઉપરાંત સૈનિકોને નિવૃત્તિ બાદ આપવામાં આવતી જમીન પણ સરકાર દ્વારા આપવામાં આવતી નથી.

સૈનિકો ફરજ બાદ સરકારમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં લેવામાં આવે છે. ત્યારે પાંચ વર્ષના સમયગાળાને સૈનિકો માટે દૂર કરવો જોઈએ. નિવૃત્ત સૈનિકોએ કહ્યું કે, જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયાથી અમે હટીશું નહીં. અમારા પરિવારજનોએ અમને કફન બાંધીને આર્મીમાં મોકલ્યાં હતાં ત્યારે શહીદ થઈ જઈશું. પરંતુ અમારી માગનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી હટીશુ નહીં.

મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે આવેલા સૈનિકોને લઈને ગાંધીનગર પોલીસ દોડતી થઇ ગઇ હતી અને નવા સચિવાલયનો એક નંબરનું પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યું હતું.. જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ કહ્યું કે, નિવૃત સૈનિકોની માગણીઓને લઈને ધરણા કરવામાં આવ્યાં છે. ત્યારે તેની કોઈ પરમિશન આપવામાં આવી નથી કે, લેવામાં આવી નથી. પરંતુ તેમની માગણીઓને લઈને મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરાવવામાં આવશે.

Intro:હેડ લાઈન) અમે તો આર્મીના સૈનિકો માથે કફન બાંધીને નીકળીએ છીએ, સચિવાલય સામે મોરચો માંડયો

ગાંધીનગર,

અમદાવાદમાં ધરણા કર્યા બાદ આખરે નિવૃત્ત સૈનિકોએ સચિવાલય સામે મોરચો ખોલ્યો હતો. પોતાના 14 મુદ્દાને લઈને સચિવાલયની ચડાઈ કરવા આવેલા નિવૃત્ત જવાનોએ કહ્યું કે, સરકારમાં છેલ્લા બે વર્ષથી રજૂઆતો કરી રહ્યા છીએ પરંતુ પરિણામ મળતું નથી. અમે તો આર્મી ના સૈનિકો છીએ જવાનીમાં જ પરિવારે માથે કફન બાંધીને મોકલ્યા હતા. આજે પણ અમારી સમસ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી જવાના નથી.
Body:રાજ્યનું પાટનગર વર્ષ 2020ની શરૂઆત થી જ આંદોલનને લઈને ધમધમી રહ્યું છે. એક પછી એક સંગઠનો પોતાની માંગને લઇને ગાંધીનગરમાં ચડાઈ કરી રહ્યા છે ત્યારે આજે સોમવારે ગાંધીનગરમાં નવા સચિવાલય ખાતે નિવૃત્ત સૈનિકો દ્વારા મોરચો માંડવામાં આવ્યો હતો સવારે અમદાવાદથી રેલી સ્વરૂપે નીકળેલા આર્મીના નિવૃત્ત સૈનિકો નવા સચિવાલય ગેટ નંબર 1 ખાતે દેશની આન, બાન અને શાન રાષ્ટ્રીય ધ્વજને હાથમાં લઈને વિરોધ કરવા આવ્યા હતા.Conclusion:પાટનગરમાં નિવૃત્ત થઈને કોઈ મોરચો માંડયો હતો. ત્યારે તેમણે કહ્યું કે, અમારી મુખ્ય 14 માગણીઓને લઈને આજે નાછૂટકે રેલી સ્વરૂપે આવવું પડ્યું છે. જેમાં મુખ્ય માંગ છે કે, સૈનિક ત્યારે ફરજ દરમિયાન મૃત્યુ પામે ત્યારે તેની વિધવા પત્નીને રૂપિયા 1 કરોડની સહાય આપવી જોઈએ. તે ઉપરાંત સૈનિકોને નિવૃત્તિ બાદ આપવામાં આવતી જમીન પણ સરકાર દ્વારા આપવામાં આવતી નથી. સૈનિકો ફરજ બાદ સરકારમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં લેવામાં આવે છે. ત્યારે પાંચ વર્ષના સમયગાળાને સૈનિકો માટે દૂર કરવો જોઈએ. નિવૃત્ત સૈનિકોએ કહ્યું કે, જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયાથી અમે હટી શું નહીં. બાળપણમાં અમારા પરિવારજનો એ અમને કફન બાંધીને મોકલ્યા હતા ત્યારે શહીદ થઈ જઈશું. પરંતુ અમારી માંગ નો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી હટીશુ નહીં.

મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે આવેલા સૈનિકોને લઈને ગાંધીનગર પોલીસ દોડતી થઇ ગઇ હતી અને નવા સચિવાલયનો એક નંબરનો પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કહ્યું કે, નિવૃત સૈનિકોની માંગણીઓને લઈને ધરણા કરવામાં આવ્યા છે. ત્યારે તેની કોઈ પરમિશન આપવામાં આવી નથી કે, લેવામાં આવી નથી. પરંતુ તેમની માગણીઓને લઈને મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરાવવામાં આવશે.

બાઈટ,

મયુર ચાવડા, એસપી ગાંધીનગર.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.