ETV Bharat / city

નિવૃત આર્મી જવાનોનું આંદોલન પૂર્ણ, કમિટીના અહેવાલ બાદ સરકાર કરશે નિર્ણય - વૃત્ત આર્મીના જવાનો આંદોલન

ગાંધીનગરમાં છેલ્લા 12 દિવસથી સેનાના નિવૃત્ત જવાનોનું વિવિધ પડતર માગણીઓના મુદ્દે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેનો આજે અંત લાવવામાં આવ્યો (Retired army personnel Protest over) છે. ત્યારે શું હતી નિવૃત્ત સેનાના જવાનોની મુખ્ય માંગણી એ જાણીએ આ અહેવાલમાં.

નિવૃત આર્મી જવાનોનું આંદોલન પૂર્ણ, કમિટીના અહેવાલ બાદ સરકાર કરશે નિર્ણય

author img

By

Published : Sep 21, 2022, 6:34 PM IST

ગાંધીનગર રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા 12 દિવસથી સેનાના નિવૃત્ત જવાનોનું વિવિધ પડતર માગણીઓના (Pending demand of ex army men) મુદ્દે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેનો આજે અંત લાવવામાં આવ્યો છે. સમગ્ર આંદોલન આટોપી લેવા માટે રાજ્ય સરકારે IPS અધિકારીને જવાબદારી સોંપી હતી. આખરે આજે સવારે ગાંધીનગર રેન્જ પોલીસ વડા અભય ચુડાસમાએ આંદોલનમાં ઉતરેલા નિવૃત્ત સૈનિકોના સંગઠન સાથે પરામર્શ કરી આંદોલન કમિટી લેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

સેનાના નિવૃત્ત જવાનોનું વિવિધ પડતર માગણીઓના મુદ્દે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેનો આજે અંત લાવવામાં આવ્યો છે.

સરકારે સ્વીકારી હતી અમુક માંગ બે મહિના પહેલા ગાંધીનગર સચિવાલય બહાર આર્મીના જવાનોએ મોટી રેલી (Army personnel Rally Gandhinagar Secretariat) હતી. ત્યારબાદ ફરીથી તેઓ ગાંધીનગર આવ્યા હતા. રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે આમુખ માંગો સ્વીકારી હતી. અમુક માંગો હજુ પણ સ્વીકારી ન હતી. ત્યારે તમામ માંગો સ્વીકારવા માટે છેલ્લા 12 દિવસથી નિવૃત્ત આર્મીના જવાનો આંદોલન (Retired army personnel protest) ઉપર હતા.

પાંચ માંગણી સ્વીકારી હતી નિવૃત્ત સેનાના જવાનોની મુખ્ય માંગણી એ હતી કે, શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય (Soldier Family Assistance) ચૂકવામાં આવે. આ ઉપરાંત શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે. શહીદોના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન અને ગાંધીનગરમાં રાજ્ય લેવલનું શહીદ સ્મારક બનાવવાની માંગ કરી હતી. જોકે આ આંદોલન દરમિયાન અગાઉ રાજ્ય સરકારે પાંચ માંગણી સ્વીકારી હતી. જેમાં શહીદ જવાનના પરિવારને 1 કરોડની સહાય આપવી એવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આજે આ આંદોલન સમેટી લેવાયું સરકાર સહિત જવાનાના બાળકોને રૂપિયા 5 હજાર શિક્ષણ ચૂકવશે સાથે સાથે શહીદ જવાનના માતા પિતાને મહિને રૂપિયા 5 હજારની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બીજી તરફ અપંગ જવાનના કિસ્સામાં સરકાર 2.5 લાખની આર્થિક સહાય અથવા મહિને 5 હજારની સહાય આપવી તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અપરણિત શહીદ જવાનના કિસ્સામાં માતા પિતાને રૂપિયા 5 લાખની સહાય આપવી તેઓ નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે સરકારના આ નિર્ણય સામે નિવૃત્ત જવાનોએ આંદોલન ચાલુ રાખ્યું હતું, પરંતુ આજે આ આંદોલન સમેટી લેવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર મહત્વના નિર્ણયો કરશે નિવૃત્ત આર્મીના જવાનોના આગેવાન ધર્મેન્દ્ર નિમાવતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નિવૃત્ત આર્મીના જવાનો માટેની પડતર માંગણીઓને ધ્યાનમાં લઈને છેલ્લા કેટલાક દિવસથી અમે આંદોલન કરી રહ્યા હતા. આજે રાજ્ય સરકાર દ્વારા એક હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી છે. જે અત્યાર સુધીની સૌથી સારી કમિટી હોવાનું પણ સામે આવે છે. આ કમિટીમાં ચર્ચા થયા બાદ રાજ્ય સરકાર મહત્વના નિર્ણયો કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.