ગાંધીનગર પાટનગર ગાંધીનગરના છેલ્લા કેટલાય દિવસથી આર્મીના નિવૃત્ત જવાનો આંદોલન કરી રહ્યા છે. તેમની પડતર માગણીઓ સરકાર તાત્કાલિક ધોરણે સ્વીકારે તે માટે સચિવાલયના ગેટ નંબર એકની બહાર આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેે અંતર્ગત આજે રાજ્ય સરકાર સાથે એક બેઠક ( Retired Army Personnel Meeting With Harsh Sanghvi ) યોજવામાં આવી હતી. પરંતુ હર્ષ સંઘવી સાથેની બેઠકના ( Meeting With Harsh Sanghvi Failed in Gandhinagar )અંતે કોઈપણ નિષ્કર્ષ નીકળ્યો નથી અને બેઠક નિષ્ફળ થઇ હોવાનું નિવેદન આગેવાન જીતેન્દ્ર કુમાવતે આપ્યું હતું.
સરકારે માગ ન સ્વીકારી કુમાવતે જણાવ્યું હતું કે બેઠકમાં ( Retired Army Personnel Meeting With Harsh Sanghvi ) જે પણ ચર્ચા કરવામાં આવી છે તે બાબતે અમે લેખિતમાં રાજ્ય સરકાર જાહેર કરે તે બાબતની અમે રજૂઆત કરી હતી. પરંતુ રાજ્ય સરકાર લેખિતમાં કોઈપણ પ્રકારની બાંહેધરી આપવા માંગતી ન હતી. જ્યારે રાજ્ય સરકારના જિલ્લામાં જે નિવૃત્ત સેના જવાનોને એલઆરડીમાં ભરતી માટેનો હક ( Eligibility for recruitment in LRD ) અને જમીન માટેનો જે હક આપવામાં આવ્યો છે તેમાં પણ હજી સુધી કોઈ પણ જવાનોને ફાયદો થયો નથી. આ તમામ પડતર પ્રશ્નો હજી પણ યથાવત છે. આ બાબતે પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી અને બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ પ્રકારનો નીવેડો આવ્યો Meeting With Harsh Sanghvi Failed in Gandhinagar )નથી અને અમે હવે આંદોલન યથાવત જ રાખવાના છીએ.
મેડલ પરત કરવામાં આવશે 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી સરકાર સાથેની બેઠકમાં ( Retired Army Personnel Meeting With Harsh Sanghvi ) કોઈ પણ પ્રકારનો નિષ્કર્ષ ન નીકળતા હવે 18 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા આર્મીના નિવૃત્ત જવાનો સવારે રાજ્યપાલને મળીને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા વીરતા ચક્ર અને મેડલોને સુપરત ( Reverse of the Medal tomorrow ) કરશે. બેઠક નિષ્ફળ Meeting With Harsh Sanghvi Failed in Gandhinagar )રહેતા આર્મીના પૂર્વ જવાનોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની હાય હાય બોલાવી હતી. આ ઉપરાંત આંદોલન ઉગ્ર બનતા સચિવાલયના ગેટ નંબર એક બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે રેપિડ એક્શન ફોર્સની ટીમને પણ ડિપ્લોય કરવામાં આવી છે.
અમારી વ્યવસ્થા અમે જાતે કરી છે કુમાવતે આક્ષેપ કર્યો હતો કે અગાઉ રાજ્યકક્ષાના પ્રધાને નિવેદન આપ્યું હતું કે નિવૃત્ત આર્મી જવાનો (Retired Army Personnel ) આંદોલન કરી રહ્યા છે તેની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે આનો જવાબ આપતા કુમાવતે જણાવ્યું હતું કે અહીંયા જેટલી પણ ખાવાની, પાણીની અને મંડપની સુવિધાઓ કરવામાં આવી છે તે અમારા પૈસાથી કરવામાં આવી છે. રાજ્ય સરકારે અમને કોઈપણ પ્રકારનો મદદ કરી નથી. અત્યારે અમારા ખર્ચે જ અહીં એમ્બ્યુલન્સની સુવિધા રાખવામાં આવી છે.