ETV Bharat / city

કોંગ્રેસના દરેક ધારાસભ્યને સોંપાશે 2 વિધાનસભા વિસ્તારની જવાબદારી - કોંગ્રેસ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તમામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોની મળેલી બેઠકમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા દરેક ધારાસભ્યોને બે વિધાનસભા વિસ્તારની જવાબદારી આપવામાં આવી છે.

પરેશ ધાનાણી
પરેશ ધાનાણી
author img

By

Published : Jan 5, 2021, 10:27 PM IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલો
  • વિધાનસભામાં યોજાઈ બેઠક
  • તમામ ધારાસભ્યોને 2 વિધાનસભા વિસ્તારની જવાબદારી સોંપાઈ

ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્ય ચૂંટણી પંચ આયો ગમે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરી શકે છે. ત્યારે ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તમામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા દરેક ધારાસભ્યોને બે વિધાનસભા વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસના દરેક ધારાસભ્યને સોંપાશે 2 વિધાનસભા વિસ્તારની જવાબદારી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 2 વિધાનસભા વિસ્તારની જવાબદારી સોંપાઈ

બેઠક બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મંગળવારેની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોને પોતાના વિધાનસભા વિસ્તાર ઉપરાંત બીજા આસપાસના વધુ એક વિધાનસભા વિસ્તારને દત્તક લેવામાં આવશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક કોંગ્રેસના ધારાસભ્ય બે વિધાનસભા વિસ્તારની જવાબદારી સંભાળશે અને આ બન્ને વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ કઈ રીતે વિજય મેળવશે તે અંગેનું પણ આયોજન મંગળવારની બેઠકમાં કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોના માનમાં શોક ઠરાવ રજૂ કર્યો

છેલ્લા 20 દિવસથી દિલ્હી ખાતે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને 30 જેટલા ખેડૂતો પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે મંગળવારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષની આ બેઠકમાં દિલ્હીમાં આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોનામાં શોક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ અને ચાણક્ય ગણાતા એવા રાજ્ય સભાના સાંસદ હેમંતભાઇ પટેલને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આમ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્યોની બેઠક યોજીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેની તૈયારીઓ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.