ETV Bharat / city

Assembly Election 2022: પ્રદેશ ભાજપના નેતાઓને સોંપાઈ ત્રણ રાજ્યોની ચૂંટણીઓની જવાબદારી

દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે. પ્રદેશ ભાજપ (Region BJP leaders) દ્વારા ગુજરાતના નેતાઓને ત્રણ રાજ્યોની જવાબદારીઓ (three states Assembly elections) સોંપવામાં આવી છે. ત્રણ રાજ્યોમાં ભાજપ પુન:સતા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

Assembly Election 2022
Assembly Election 2022
author img

By

Published : Feb 8, 2022, 7:51 AM IST

અમદાવાદ: દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીઓનો (Assembly Election 2022) જંગ જામ્યો છે. ભાજપ ઉતરપ્રદેશ, ગોવા, ઉતરાખંડ એમ ત્રણ રાજ્યમાં પુનઃસતા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના નેતાઓને ત્રણ રાજ્યોની જવાબદારીઓ સોંપવામાં આવી છે. પંજાબ, ઉતર પ્રદેશ અને ઉત્તરાખંડની ચૂંટણીઓમાં ગુજરાતના દિગ્ગજ નેતાઓ, પૂર્વ ધારાસભ્યો તેમજ યુવા મોરચાને જવાબદારી સોપવામાં આવી છે.

Assembly Election 2022

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની 'બી' ટીમ ગણાવી

ભાજપ માટે અતિ મહત્વનું રાજ્ય ઉત્તરપ્રદેશ

ઉતરપદેશની વાત કરીએ તો ભાજપે ગુજરાત ભાજપના (Gujarat BJP on Assembly Election 2022) 165 નેતોઓને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે. જેમાં ઉત્તરપ્રદેશમાં સ્થાનિક સંગઠન દ્વારા 7 ઝોનમાંથી ગુજરાતના નેતાઓને અવધ ઝોનની ચૂંટણી પ્રચારની કામગીરી સોંપી છે. અવધ ભાજપ માટે મહત્વનું છે. અવધમાં આવતી 71 જેટલી વિધાનસભા સીટ પર ગુજરાત ભાજપના નેતાઓને પેજ સમિતિ અને ગ્રુપ મીટીગ સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ ચૂંટણી પ્રચારમાં ભાજપ પૂર્વ ધારાસભ્યો કે જેઓ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારેલા છે તેવા નેતાઓને ચૂંટણીની રણનીતિ ઘડવાની જવાબદારી સોપવામાં આવી છે.

Assembly Election 2022
Assembly Election 2022

આ પણ વાંચો: સુરતમાં એકસાથે 600 કાર્યકરો પોતાનો પક્ષ છોડી ભાજપમાં જોડાયા

ઉત્તરાખંડ માટે આ નેતાઓને સોંપાઈ જવાબદારી

ભાજપે ઉતરાખંડમાં સતા જાળવી રાખવા માટે પૂર્વ પ્રધાનોને જવાબદારી સોંપી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શંકર ચૌધરી, સૌરભ પટેલ, જયદ્રથ પરમાર, ગણપત વસાવા, બાબુ બોખીરિયા, કિશોર કાનાણી, જવાહર ચાવડા, આત્મારામ પરમાર, મોહન કુંડારિયા સહિતના 14 નેતાઓને ઉત્તરાખંડ ચૂંટણી પ્રચારમાં મોકલ્યા છે. ઉત્તરાખંડની વિધાનસભાની 70 બેઠકો માટે આગામી 14 ફેબ્રુઆરીના યોજાનાર મતદાનમાં ભાજપે સત્તા ટકાવી રાખવા ભાજપના પૂર્વ નેતાઓને જવાબદારી સોંપીને ઉતરાખંડમાં મોલ્યા છે.

પંજાબ માટે યુવા મોરચાને જવાબદારી

ભાજપે ત્રણ રાજ્યોમાં (Assembly Election 2022 BJP Strategy) સતા જાળવી રાખવા, જ્યારે પંજાબમાં સતા મેળવવા માટે રણનીતિ ઘડી છે. પંજાબમાં પ્રથમ વખત યુવા મોરચાને જવાબદારી સોપવામાં આવી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે 165 યુવામોરચાના હોદ્દેદારોને કામગીરી અર્થે મોકલ્યા છે. પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની આગેવાનીમાં વધુ 200 જેટલા કાર્યકરો પંજાબમાં પ્રચાર અર્થે જશે. ગુજરાત યુવા મોરચાના કાર્યકરો પંજાબના જલંધર, હોશિયારપુર અને લુધિયાણાની 16 બેઠકો કે જ્યાં બુથ સમિતિ નબળી છે, ત્યાં ચૂંટણી પ્રચાર કરશે. આ અંગે ડોર ટુ ડોર પ્રચાર માટેની રણનીતિ ઘડાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.