ETV Bharat / city

Resign Asit Vora: સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ શરૂ, અસિત વોરા બોલ્યા - હું તો ઓફિસે જ છું

રાજ્યમાં અત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021)નો મામલો ચર્ચામાં છે. આ મામલે અત્યાર સુધી 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 60 લાખથી વધુની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે. આ મામલે સોશિયલ મીડિયા પર 'અસિત વોરા રાજીનામું આપો' (Resign Asit Vora) ટ્રેન્ડ આજે સવારથી જ શરૂ થયો છે.

Resign Asit Vora: સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ શરૂ, અસિત વોરા બોલ્યા - હું તો ઓફિસે જ છું
Resign Asit Vora: સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ શરૂ, અસિત વોરા બોલ્યા - હું તો ઓફિસે જ છું
author img

By

Published : Dec 23, 2021, 3:42 PM IST

ગાંધીનગર: ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાનું આયોજન 12 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું, પરંતુ પરીક્ષા શરૂ થાય તેના 2 દિવસ પહેલા જ એટલે કે 10 ડિસેમ્બરના રોજ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021)થઇ ગયું હોવાનું પોલીસ તપાસ (police investigation in head clerk paper leak)માં ખુલ્યું છે. રાજ્ય સરકારે કરેલી તપાસમાં અસિત વોરાને ક્લિનચીટ આપવામાં આવી છે અને કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી, ત્યારે આજે સવારથી જ સોશિયલ મીડિયામાં 'અસિત વોરા રાજીનામું આપો' (Resign Asit Vora)નો ટ્રેન્ડ શરૂ થયો છે.

સોશિયલ મીડિયામાં 'અસિત વોરા રાજીનામું આપો'નો ટ્રેન્ડ શરૂ થયો.

અસિત વોરાને સમગ્ર તપાસથી દૂર રાખવાની માંગ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા રાજીનામાની માંગ સાથે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ સમગ્ર તપાસમાંથી અસિત વોરાને દૂર રાખવાની માંગ કરી હતી. સાથે જ આવનારી અનેક પરીક્ષાઓમાં તેઓને દૂર રાખવામાં આવે તેવું નિવેદન પણ અગાઉ આપ્યું છે. આજે અચાનક જ સવારથી જ સોશિયલ મીડિયામાં રાજીનામું આપે તેવો ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે.

સમગ્ર તપાસમાંથી અસિત વોરાને દૂર રાખવાની માંગ.

હું તો ઓફિસે છું : અસિત વોરા

મળતી માહિતી પ્રમાણે આ ટ્રેન્ડ ઉમેદવારો (GSSSB Head Clerk Exam Candidates)દ્વારા શરૂ કરાયો હોવાની વાત પણ સામે આવી રહી છે. છેલ્લા 2 દિવસથી સમાચાર વહેતા થયા છે કે, અસિત વોરા રાજીનામું આપી રહ્યા છે. તેઓ સાંજે રાજીનામું આપશે, સવારે રાજીનામું આપશે અથવા તો કાલ સવારે રાજીનામું આપશે તેવા અનેક સમાચાર વહેતા થયા હતા. આ બાબતે Etv ભારત સાથે અસિત વોરાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ઓફિસે જ છું. મેં કોઇપણ પ્રકારનું રાજીનામું આપ્યું નથી.

અસિત વોરાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી હતી મુલાકાત

બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક (cabinet meeting gujarat government) બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ નિવેદન આપ્યું હતું કે, તેઓની આ શુભેચ્છા મુલાકાત હતી, જ્યારે મળતી માહિતી પ્રમાણે આવનારી પરીક્ષામાં કઈ રીતનું આયોજન છે અને પેપર ફૂટે નહીં તે માટે શું કરી શકાય. તે સમગ્ર પ્લાન સાથે CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.

પોલીસે કુલ 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.

અત્યાર સુધીમાં 17 આરોપીઓની ધરપકડ

12 ડિસેમ્બરના રોજ યોજાનારી પરીક્ષામાં પેપર કાંડ સામે આવ્યું છે જેમાં અત્યાર સુધી પોલીસે કુલ 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને 60 લાખથી વધુની રોકડ પણ કબજે કરી છે. હજુ પણ પોલીસ તપાસમાં વધુમાં વધુ ગુનેગારો સામે આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે જે પ્રેસમાં પેપર છપાયું હતું તે પ્રેસના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Gujarat Cabinet Meeting 2021: વાઈબ્રન્ટ સમિટ, બોર્ડની પરીક્ષા અને પેપર લીક મામલા પર થઈ ચર્ચાઓ

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021 : સાબરકાંઠા પોલીસે વધુ 4ની અટકાયત સાથે 20 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.