- 72માં પ્રજાસત્તાક દિવસની કમલમમાં કરાઈ ઉજવણી
- પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ધ્વજવંદન કરાયું
- સમગ્ર કમલમ ભારત માતા કી જય ના નારાથી ગુંજી ઉઠ્યું
ગાંધીનગર: સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ 50 જેટલા પોલીસ જવાનો પણ હાજર રહ્યા હતા.
સી.આર.પાટીલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો
સમગ્ર દેશ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે ત્યારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ભાજપના હોદ્દેદારોએ ભેગા થઈને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. ત્યારે સી.આર.પાટીલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તેમજ કમલમ ખાતે દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. આ સાથે આકાશમાં ત્રિરંગી ફુગ્ગાઓ ઉડાડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર કમલમ 'ભારત માતા કી જય'ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. પ્રજાકસત્તાક દિવસ નિમિત્તે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશની આઝાદીમાં ઘણા યુવાનો શહીદ થયા છે. આ દેશ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો ઋણી રહેશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા બંધારણનું સન્માન કરે છે.