ETV Bharat / city

આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના 5.5 લાખ રિપીટર વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા

કોરોનાને પગલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. જ્યારબાદ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવી કે કેમ? તે અંગે દુવિધા ઉભી થઈ હતી. રાજ્યભરમાં રિપીટર વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જ્યારબાદ હાઈકોર્ટના આદેશ અનુસાર આજથી એટલે કે ગુરૂવારથી ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાવા જઈ રહી છે. જેના માટે રાજ્યમાંથી 5.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે.

આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના 5.5 લાખ રિપીટર વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા
આજથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના 5.5 લાખ રિપીટર વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા
author img

By

Published : Jul 15, 2021, 7:00 AM IST

  • આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા
  • કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે યોજાશે બોર્ડની પરીક્ષાઓ
  • હાઈકોર્ટમાં થયેલી પરીક્ષા રદ્દ કરવાની અરજી ફગાવવામાં આવી હતી

ન્યૂઝ ડેસ્ક : રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ રિપીટર વિદ્યાર્થીઓ દ્વારા તેમને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માગ સાથે રાજ્યભરમાં વિરોધનો વંટોળ પ્રસર્યો હતો. આ મામલો હાઈકોર્ટમાં જતા કોર્ટે શિક્ષણ વિભાગને કોરોના ગાઈડલાઈન પ્રમાણે પરીક્ષાઓ યોજવાનો આદેશ કર્યો હતો. જે મુજબ આજથી એટલે કે ગુરૂવારથી રાજ્યભરમાં રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાશે.

કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે થશે પાલન

કોરોનાને પગલે હાઈકોર્ટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને પરીક્ષાના આયોજનમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તેવી ટકોર કરી હતી. જેના પગલે શિક્ષણ વિભાગે એક વર્ગમાં માત્ર 20 વિદ્યાર્થીઓને બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય પ્રવેશ આપતી વખતે થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરવાનું તેમજ સેનેટાઈઝેશનની વ્યવસ્થાઓ પણ દરેક પરીક્ષા કેન્દ્રો પર રાખવામાં આવી છે.

હાઈકોર્ટમાં વિદ્યાર્થીઓનો પક્ષ રજૂ કરનારા એડવોકેટનું શું કહેવું છે?

હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરનારા પક્ષકારના વકીલ વિશાલ દવેએ ETV Bharat સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓ માટે જે જાહેરહિતની અરજી કરી તે બદલ સરકારનું વલણ એ પ્રકારનું હતું કે, વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે મુજબની અમારી તૈયારી છે. આ સામે અમે એવી પણ રજૂઆત કરી હતી કે, જો તમે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હોય તો પછી રિપીટર વિદ્યાર્થીઓ સાથે કેમ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે? કોરોનાની સ્થિતિ કે જ્યાં કોઈ વિદ્યાર્થીઓના માતા-પિતાના મૃત્યુ થયા હોય તેવા વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ સારી ન રહી હોય માટે પરીક્ષા રદ્દ થવી જોઈએ. કોર્ટે સરકારે જે વ્યવસ્થા કરી છે, તેને માન્ય રાખીને પીટિશન રદ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.