- રાજ્યમાં દસ્તાવેજ નોંધણીની ઈ-પેમેન્ટ વ્યવસ્થા
- ઈ-પેમેન્ટ વ્યવસ્થા થકી 4.76 લાખ દસ્તાવેજની નોંધણી થઈ
- 20 ઓક્ટોબર સુધી ગરવી વેબસાઈટ મારફતે 4,76,054 દસ્તાવેજો નોંધાયા
ગાંધીનગર: નોંધણી સર નિરીક્ષક કચેરીના તાબા હેઠળ કાર્યરત સબ રજીસ્ટ્રાર કચેરીઓ દ્વારા દસ્તાવેજોની નોંધણીને સંલગ્ન કામગીરી કરવામાં આવે છે. તારીખ 24 એપ્રિલ 2020થી દસ્તાવેજ નોંધણી માટે નોંધણી ફીની ચુકવણી ઇ-પેમેન્ટથી કરવા અને અપોઇન્ટમેન્ટ મેળવવાની પ્રક્રિયા કાર્યરત છે. આ દસ્તાવેજ નોંધણીની પ્રકિયા એકદમ સરળાતાથી કામ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન અરજદારને હાલાકી ન પડે તે માટે egaravi.gujarat.gov.in વેબસાઇટ પર “માર્ગદર્શિકા”(ઇ-પેમેન્ટ પ્રક્રિયાની સચિત્ર સમજૂતી) મુકવામાં આવી છે. જો કોઇ અરજદારને દસ્તાવેજ નોંધણી અંગે મુશકેલી કે પ્રશ્ન હોય તો જિલ્લાના નોંધણી નિરીક્ષકને અથવા રાજયની વડી કચેરીના મદદનીશ નોંધણી સર નિરીક્ષકનો સંપર્ક કરી શકે છે.
દસ્તાવેજો નોંધાણીમાં રૂપિયા 773.63 કરોડની આવક
યાદીમાં વિશેષમાં જણાવાયું છે કે, તા. 24 એપ્રિલ 2020થી 20 ઓક્ટોબર 2020 સુધી ગરવી વેબસાઈટ મારફતે 4,76,054 દસ્તાવેજો નોંધાયા છે તથા રૂપિયા 773.63 કરોડની આવક થઈ છે. આ તમામ નોંધણી ફીનું સફળતાપૂર્વક ઓનલાઈન પેમેન્ટ થયું છે. આ છ મહિનાના સમયગાળામાં જે તે અરજદારની વ્યક્તિગત ભુલ, મિલકતની લે-વેચના નિર્ણયમાં થયેલ ફેરફાર અને સિસ્ટમને કારણે થયેલ ભુલને કારણે માત્ર 548 કિસ્સામાં જ નોંધણી અને સ્ટેમ્પડ્યુટી રીફંડના કિસ્સા ઉદભવ્યા છે. જે 4,76,054 લાખ સફળ ટ્રાન્ઝેકશનના પ્રમાણમાં ખૂબ જ ઓછુ અવગણી શકાય એટલું 0.11 % છે.