ગાંધીનગર: મગફળીની ખરીદી માટે શરૂ થયેલ રજિસ્ટ્રેશન બાબતે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજર સંજય મોદીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પણ દરેક ગ્રામ્ય વિસ્તારમાં વી સી સેન્ટર મારફતે મગફળીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. તેમ જ ફિઝિકલ ડોક્યુમેન્ટ લઈને રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારે આઠ વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થયું હતું. ત્યારે બાર વાગ્યા સુધીમાં કુલ 2033 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યાં છે. જ્યારે કોવિડની એસઓપીને ધ્યાનમાં લઈને જ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વધુ ખેડૂતોની ભીડ ન થાય તે માટે ખેડૂતોને ટોકન આપીને રજિસ્ટ્રેશન માટે બોલાવવામાં આવી રહ્યાં છે.
આજથી મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ, 13.60 લાખ મેટ્રિકટન મગફળી ખરીદવામાં આવશે, 2000 ગોડાઉનમાં તૈયારીઓ શરૂ - મગફળી રજિસ્ટ્રેશન
રાજ્ય સરકાર દ્વારા 1 ઓક્ટોબરથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેના રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.આજે રજિસ્ટ્રેશનના પ્રથમ દિવસે સવારે 8:00 થી 12 વાગ્યા સુધીમાં કુલ 2000થી વધુ ખેડૂતોએ મગફળીના વેચાણ માટેનું રજિસ્ટ્રેશન કર્યું હતું. કોવિડ ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને વધુ ભીડ ન થાય તે માટે ટોકન સિસ્ટમ આપીને રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.