ETV Bharat / city

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની મોટી જાહેરાત, 27,847 જગ્યાઓ પર રાજ્ય સરકાર કરશે ભરતી - 27,847 જગ્યાઓ પર ભરતી

ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની નવી સરકારે રાજ્યના ગૃહ વિભાગ (State Home Department)માં ખાલી પડેલી 27,847 જગ્યાઓ પર 100થી 180 દિવસની અંદર ભરતી કરવાની જાહેરાત કરી છે. આ વિશે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી (State Home Minister Harsh Sanghvi)એ Etv ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

27,847 જગ્યાઓ પર રાજ્ય સરકાર કરશે ભરતી
27,847 જગ્યાઓ પર રાજ્ય સરકાર કરશે ભરતી
author img

By

Published : Oct 4, 2021, 7:08 PM IST

  • ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે કરી ભરતીની જાહેરાત
  • રાજ્યના ગૃહ વિભાગમાં 27,847 જગ્યા પર થશે ભરતી
  • 100થી 180 દિવસમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે: ગૃહપ્રધાન

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની સરકાર દ્વારા આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગમાં (State Home Department) ખાલી પડેલી કુલ 27, 847 જગ્યાઓ પર ટૂંક સમયમાં જ ભરતી શરૂ કરવામાં આવશે. આ બાબતે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી (State Home Minister Harsh Sanghvi)એ Etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ તમામ ભરતી પ્રક્રિયા 100થી 180 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે.

રાજ્યમાં કાયદો વ્યવસ્થા સુધરશે

રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ Etv ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગૃહવિભાગની ખાલી પડેલી જગ્યાઓ પર ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને આવનારા 6 મહિના એટલે કે 180 દિવસની અંદર આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો ગૃહ વિભાગમાં નવી ભરતીઓ થવાના કારણે કર્મચારીઓની ઘટ વર્તાશે નહીં, જેથી આવનારા દિવસોમાં રાજ્યમાં કાયદો અને પરિસ્થિતિ વધુ સુદ્દઢ બનશે.

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની મોટી જાહેરાત

19 સપ્ટેમ્બરના દિવસે યોજાઈ હતી બેઠક

ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓને લઇને 19 સપ્ટેમ્બરના રોજ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ ખાસ બેઠક યોજીને રાજ્યના ગૃહ વિભાગમાં ખાલી પડેલી જગ્યા બાબતે ચર્ચા કરી હતી, જેમાં તાત્કાલિક ધોરણે નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા આચારસંહિતાના અમલને ધ્યાનમાં લઇને જાહેરાત કરવામાં આવી ન હતી. હવે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

કઈ જગ્યાએ થશે ભરતી

રાજ્યકક્ષાના ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્ટ ઓફિસર તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનિકલ સંવર્ગોના પોલીસ ઇન્સ્પેક્ટર અને ટેકનિકલ ઓપરેટર, હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળની મળીને અંદાજે કુલ 27,847 જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઓફિસે મોડા આવતા કર્મચારીઓ સામે મહેસુલ પ્રધાનની લાલ આંખ, કહ્યું- સમયસર આવો અને કામ પૂર્ણ કરો, હું અચાનક જ ઓફિસની મુલાકાત લઈશ

આ પણ વાંચો: Gandhinagar Election Results: આવતીકાલે 9 AMથી મતગણતરી શરૂ થશે, 1PM સુધી રીઝલ્ટ થશે ક્લિયર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.