ETV Bharat / city

10 જુલાઈના રોજ ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓને રિસીપ્ટ (Receipt) મળશે - exam Receipt

ગુજરાત રાજ્યમાં ધોરણ 10 ની અને ધોરણ 12ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ,પરંતુ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. 10 જુલાઇના રોજ વિદ્યાર્થીઓને શાળામાં તરફથી પરીક્ષાની હોલ ટીકીટ એટલે કે રિસીપ્ટ (Receipt) આપવામાં આવશે.

ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓને રિસીપ્ટ

author img

By

Published : Jul 2, 2021, 6:36 PM IST

Updated : Jul 3, 2021, 12:49 PM IST

  • રાજયમાં ધોરણ 10 અને 12 બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓને રિસીપ્ટ અપાશે
  • 10 જુલાઈના રોજ બોર્ડ દ્વારા રિસીપ્ટ (Receipt)ની વહેંચણી થશે
  • તમામ શાળાઓને ઓનલાઇન આપવામાં આવશે રિસીપ્ટ
  • શાળાના માધ્યમથી વિદ્યાર્થીઓને મળશે રિસિપ્ટ

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં ધોરણ 10 ની અને ધોરણ 12ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ,પરંતુ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 15 જુલાઈથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના બોર્ડના રીપીટ, વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનું સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારે 10 જુલાઇના રોજ વિદ્યાર્થીઓને શાળામાં તરફથી પરીક્ષાની હોલ ટીકીટ (Exam Hall Tickets) એટલે કે રિસીપ્ટ આપવામાં આવશે.

બોર્ડ દ્વારા ઓનલાઇન રિસીપ્ટ આપવામાં આવશે

ધોરણ 10 અને 12 ના બોર્ડના રીપીટર વિદ્યાર્થી માટે આ વર્ષે બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની જે-તે શાળાઓને ઓનલાઇન મારફતે વિદ્યાર્થીઓની બોર્ડ રિસીપ્ટ આપવામાં આવશે અને ત્યારબાદ 10 જુલાઇના રોજ થી શાળા દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડ ની રિસીપ્ટ આપવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat High Court on Corona : માસ્કનો દંડ ઘટાડવા પર હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું - ભીડ પર કાબૂ નથી પણ માસ્ક તો પહેરી શકીએ ને ?

15 જુલાઈથી પરીક્ષા થશે શરૂ

ધોરણ 10 અને 12 માં નિયમિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન બાદ ધોરણ 10 અને 12 રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની કાર્યક્રમ રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કર્યો હતો જેમાં ૧૫ જુલાઈથી 26 જુલાઈ સુધી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આમ 15 જુલાઈથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રથમ પરીક્ષા યોજવામાં આવશે.

આ પણ વાંચો : Fight at Petrol Pump: સુરતમાં પેટ્રોલ પંપ પર પાણીની બોટલ અંગે પંપના કર્મચારીઓ અને 2 યુવક વચ્ચે મારામારી, એક યુવકનું મોત

કોવિડ ગાઈડલાઇન્સ મુજબ યોજાશે પરીક્ષા

પોતાના સમયગાળા દરમિયાન 10 અને 12 ના બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી શરૂ થઇ રહી છે ત્યારે કોલ નાના ગાઇડલાઇન્સ પ્રમાણે જ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક બ્લોકમાં એટલે કે એક વર્ગમાં વધુમાં વધુ 20 જેટલા વિધાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે, જ્યારે પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓએ અને શિક્ષકોએ ફરજિયાત માસ્ક પહેરવું હાથને સેનેટર જેથી વારંવાર સાફ કરવા અને પરીક્ષા કેન્દ્રો ઉપર થર્મલ ગનની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

Last Updated : Jul 3, 2021, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.