- રથયાત્રા સમિતિએ રથયાત્રા માટે માંગી મંજૂરી
- કોરોનાના પગલે આ વર્ષે પ્રસાદનું આયોજન નહિ કરાઈ
- રથયાત્રાની મંજૂરી મળશે તો ઘ રોડથી ચ રોડ સુધી યોજાશે
ગાંધીનગરમાં: પંચદેવ મંદિરથી 1985થી દર વર્ષે રથયાત્રા (Rathyatra) નીકળે છે. આ વર્ષે રથયાત્રા (Rathyatra 2021)નું આયોજન કરવું કે નહીં તેને લઈને રથયાત્રા સમિતિ (Rathyatra commitee)ની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમિતિએ રથયાત્રા યોજવાનું આયોજન કર્યું છે, પરંતુ આ પહેલા તેમને કલેકટર (Gandhinagar collecter) ની મંજૂરી રથયાત્રા માટે માંગી છે. પરંતુ આ પહેલા તેમને રથયાત્રાનું આયોજન અત્યારથી કરીને રાખ્યું છે. જો મંજૂરી મળશે તો પંચદેવ મંદિરથી સેક્ટર 22 શોપિંગ સેન્ટર અથવા ઘ રોડથી ચ રોડ સુધી રથયાત્રા નીકળશે. આ ઉપરાંત ઓછી સંખ્યામાં તમામ કોરોના મહામારી (corona Pandamic) નેે લાગતા નિયમોનું પાલન કરી રથયાત્રાનું આયોજન કરશે.
રથયાત્રા માટે હજુ સુધી નથી મળી મંજૂરી
પંચદેવ યુવક મંડળ અને રથયાત્રા સમિતિ (Rathyatra commitee) એ બેઠક કરી નક્કી કર્યું છે કે, રથયાત્રા યોજવી પરંતુ એ પહેલા તેમને શુક્રવારના રોજ સરકારની પરવાનગી માંગી છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ કોરોનાના કેસ ઘટ્યા હોવાથી રથયાત્રાનું આયોજન ઓછી સંખ્યામાં થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. કોરોનાની ગાઈડલાઈન (corona guidline) તેમજ નિયમોનું પાલન કરવા સાથે રથયાત્રાની પરવાનગી મળી શકે તેવા સંકેતો છે. જેથી સમિતિ પણ રથયાત્રાની પરવાનગી મળે તેવી રાહ જોઈ રહી છે. જો કે છેલ્લા 35 વર્ષથી નિત્યક્રમ મુજબ રથયાત્રા યોજવામાં આવે છે. જેમાં 31 kmનો રૂટ હોય છે પરંતુ કોરોનામાં આ આયોજન શક્ય નથી.
આ પણ વાંચોઃ પાટણમાં ભગવાન જગન્નાથજીની પ્રતીકાત્મક રથયાત્રા માટે મંજૂરી માંગવામાં આવી
કોરોનાના પગલે પ્રસાદ નહીં રાખવામાં આવે
પંચદેવ યુવક મંડળના સભ્ય નીલકંઠ શાસ્ત્રીએ કહ્યું કે, રથયાત્રા સમિતિ (Rathyatra commitee)એ બેઠકમાં નિર્ણય કર્યો છે કે, રથયાત્રા ઘ રોડથી ચ રોડ સુધી નીકળી પંચદેવ મંદિર સુધી યોજવામાં આવશે. જેમાં ભગવાનનો નિજ રથ, અને એક મહંતનો રથ રાખવો આ ઉપરાંત આગળ રીક્ષા કે અન્ય વાહન રથયાત્રાની આગળ રાખવું છે. 15 થી 20 લોકોની હાજરીમાં રથયાત્રા નીકળે તે પ્રકારનું આયોજન સમિતિએ અગાઉથી નક્કી કર્યું છે. આ ઉપરાંત પંચદેવ મંદિરથી સેક્ટર 22 ના શોપિંગ સેન્ટર સુધી પ્રતિકાત્મક રથયાત્રા માટે બીજો ઓપ્શન રાખવામાં આવ્યો છે. આ વર્ષની રથયાત્રામાં કોરોનાને જોતા પ્રસાદ રાખવામાં નહીં આવે. પરંતુ આ પહેલા અમે પરવાનગીની રાહ જોઈ રહ્યા છીએ. રથયાત્રાની પરવાનગી મળશે પછી 12 જુલાઈએ રથયાત્રા નીકળશે.
આ પણ વાંચોઃ 144th Jagannath Rathyatra: રથયાત્રા કાઢવી કે નહીં તેને લઈને સરકાર અસમંજસમાં, લોકોમાં ઉચાટ!