ETV Bharat / city

રામમંદિર શિલાન્યાસ: ગુજરાતમાંથી 5 સાધુસંત હાજર રહેશે

છેલ્લાં અનેક વર્ષોથી રામમંદિરનો પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો હતો. પરંતુ 4 ઓગસ્ટના દિવસે રામમંદિરનો શિલાન્યાસ થવાનો છે ત્યારે ગુજરાતમાંથી પાંચ જેટલા સાધુ-સંતો રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ બાબતે ગુજરાતના પૂર્વ સાંસદ શંભુનાથ ટુંડિયાએ જણાવ્યું હતું કે અમે ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કરીશું. આ કાર્ય શરૂ થવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

author img

By

Published : Aug 4, 2020, 4:19 PM IST

રામમંદિર શિલાન્યાસ : ગુજરાતમાંથી 5 સાધુસંતો હાજર રહેશે

ગાંધીનગર : ગુજરાતના પૂર્વ સાંસદ શંભુનાથ ટુંડિયાએ જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ અધિકાર સમિતિ અને હિંદુ ધર્મ કાર્ય સભાના માધ્યમથી ગુજરાતમાંથી ફક્ત 5 સંતો અયોધ્યા જઈ રહ્યાં છે. જેમાં પરમાનંદ સરસ્વતીજી રાજકોટ આર્ટસ મંદિરથી, માધવપ્રિય શાસ્ત્રી ગુરુકુળ છારોડીથી, અચલદાસજી મહારાજ સારસા પીઠ, ક્રિષ્ના મહરાજ જામનગર અયોધ્યા જશે. આ સમગ્ર દેશ માટે એક મોટો પ્રસંગ છે જ્યારે ગુજરાત તરફથી અમે પાંચ સાધુસંતો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીશું. સાથે જ શંભુનાથ ટુંડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ટુંડિયાએ વધુમાં જણાવ્યું હતું કે અયોધ્યામાં રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં જવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને અભિનંદન પાઠવીએ છીએ કે તેમના કાર્યકાળ દરમિયાન રામમંદિર બનવાનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે આ હિન્દુસ્તાન અને સમગ્ર હિન્દુ સમાજના ગૌરવવંતો કાર્યક્રમ છે.

શંભુનાથ ટુંડિયાએ ભગવાન રામને યાદ કરતાં જણાવ્યું હતું કે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ રામ હતાં. તેઓ 14 વર્ષ વનમાં વિતાવ્યા હતાં જ્યારે તેઓએ શબરીના રાખેલા બોર ખાધાં હતાં ત્યારથી જ તેઓએ સમરસતાનો સંદેશ પણ આપ્યો હતો. અયોધ્યામાં થઇ રહેલ રામમંદિર એ મંદિર નથી પરંતુ ભારતની પરંપરા જે પહેલાં હતી તે હવે ફરીથી શરૂ થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.