ગાંધીનગરમાં આવેલા રિલાયન્સ ચોકડી ખાતેથી કરણી સેનાએ રેલી યોજી હતી. જે શહેરના સેક્ટર11માં આવેલા રામકથા મેદાનમાં પહોંચી હતી. મેદાનમાં મોટી સંખ્યામાં સેનાના કાર્યકરો એકઠા થયા હતા. ગુજરાત કરણીસેનાના વડા રાજ શેખાવતે કહ્યુ કે, “ અમારી માંગણી રાષ્ટ્રહીતમાં છે. તમામ સમાજનું સમર્થન છે. પાટીદાર, બ્રાહ્મણ સમાજ, ચારણ સમાજ સૌનો સહકાર છે.
રાજ્યના છેવાડાથી આવેલા લોકો રામકથા મેદાનમાં એકઠાં થઈશું અને અમે સરકારને આવેદન આપીશું. સરકારે એમની વોટબૅન્કની રાજનીતિ એમની જગ્યાએ છે. તેમજ SC-STને ન્યાય મળે તેની સામે અમને કોઈ વાંધો નથી. પરંતુ સવર્ણ સમાજ માટે કોઈએ તો અવાજ ઉઠાવવો પડશે. સરકારને અમે રજૂઆત કરીશું તેમણે અમારી વાત સાંભળવી પડશે.