ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં ટૂંકી મુદતના પ્રશ્નો દરમિયાન ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલએ તો કિંમત જ પ્રશ્ન કર્યો હતો. "મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના" જે રાજ્યના તમામ જિલ્લામાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તે યોજના બાબતે સવાલો કર્યા હતા. આ દરમિયાન રાજકોટના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપી કહ્યું કે, રાજકોટના પરા બજારમાં પાથરણાવાળા બહેનો જે વેપાર કરે છે. જેમાં લોકો 4000 રૂપિયા ઉછીના આપે છે અને ચાર હજાર રૂપિયા મામલે 10 ટકા વ્યાજ બહેનો ચૂકવે છે.
આમ રાજ્યમાં વ્યાજના ચક્કરમાં ગરીબ બહેનોની મુક્તિ કરવા માટે "મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના" અંતર્ગત 10 બહેનોનું એક સખી મંડળ એમ કુલ 10 લાખ સખીમંડળો નિર્મિત કરીને પ્રત્યેક સખી મંડળને એક લાખની લોન 0 ટકાના વ્યાજદરે આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મહિલાઓ આજીવિકા તોડીને સ્વયંને તથા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકે.
આ યોજના માટેનું ધિરાણ બેંક આપશે અને બેન્કોને વ્યાજદરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. જ્યારે આ યોજનાની અમલવારી કરવા માટે રાજ્ય સરકારે ICICI, HDFC અને એક્સિસ બેન્ક સહિતની બેન્કો સાથે MOU કર્યા છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભાગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં બે લાખ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. જ્યારે કેન્દ્રીય "સ્વનિધિ યોજના" અંતર્ગત રાજ્યમાં 96,000 જેટલી અરજીઓ આવી છે. જેમાં 45,000 લોકોને લોન જમા કરવામાં આવી છે.
જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી "મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના" બાબતે જણાવ્યું હતું કે, આ યોજના ઉદ્દેશ માત્ર ઝીરો ટકા વ્યાજ થી લોન આપવાનું નહીં પરંતુ બહેનોને આર્થિક દૃષ્ટિએ આત્મનિર્ભર બનાવવાનો છે. નાની મોટી આર્થિક પ્રવૃત્તિમાં કાર્યરત મહિલાઓ રોજ-બરોજના અર્થોપાર્જન હેતુ કોઈની પાસેથી વ્યાજે નાણાં આવીને આર્થિક પ્રવૃત્તિઓ કરતી અમે જોઇ છે. જેનો વ્યાજ ભરપાઈ કરવામાં જ તેમને તમામ કમાણી ચાલી જતી હોવાનું ધ્યાને આવ્યું છે.
આમ રાજ્યના આદિવાસી સમાજની બહેનો ને પણ લાભ મળે અને ઘર ગામના બદલે બહેનો પણ વ્યવસાય કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત રાજ્યની ગ્રામીણ શહેરની મહિલાઓને આર્થિક આધાર બનવાની સજ્જતા માટે 10 લાખ બહેનોને એક કરોડની લોન ધિરાણ ટકાના વ્યાજ દરે આપવામાં આવશે. જેનું વ્યાજ રાજ્ય સરકાર આવશે. 50 લાખ લોકોને આ યોજનાનો ફાયદો થશે.
રાજ્ય સરકારે 65 અર્બન ક્રેડિટ સોસાયટી, 43 ક્લસ્ટર સોસાયટીઓ સહિત કુલ 7 મહિલા ગ્રૂપને લોન અપાઈ ચૂકી છે.