ETV Bharat / city

રાજ્યમાં 15 ભૂસ્તર ખનીજ (Department of Mines and Minerals) ટીમના 12 જિલ્લામાં દરોડા, રૂપિયા 6.97 કરોડનો દંડ વસુલયો - ગાંધીનગરના સમાચાર

રાજ્યમાં ખનિજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ અટકે માટે નિયમીત રૂપે ખાન ખનીજ વિભાગ (Department of Mines and Minerals) દ્વારા આકસ્મિક દરોડા પાડીને અસરકારક કામગીરી કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં રાજ્યવ્યાપી દરોડા પાડીને રાજ્યના 12 જિલ્લાઓમાં 154 જેટલા સ્ટોક ધારકો પાસેથી રૂપિયા 6.97 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી
author img

By

Published : Jul 2, 2021, 7:36 PM IST

  • રાજ્યના 12 જિલ્લામાં ખાન-ખનિજ વિભાગ (Department of Mines and Minerals)ના દરોડા
  • બિન અધિકૃત રીતે માટીનો સ્ટોક કરતા સ્ટોકધારકોના ગોડાઉનમાં દરોડા
  • ખાણ ખનીજની ફ્લાઈંગ સ્કોડની 15 ટીમ દ્વારા દરોડા પડાયા
  • કુલ 2,06,213 મેટ્રિક ટન માટીનો જથ્થો ઝડપયો
  • કુલ રૂપિયા 6.97 કરોડના દંડની વસુલાતની નોટિસ અપાઈ

ગાંધીનગર : રાજ્યમાં ખાન- ખનિજ વિભાગ દ્વારા કુલ 12 જિલ્લાઓમાં દરોડા પાડીને કુલ 6.97 કરોડના દંડની વસુલાતની નોટિસ આપવામાં આવી છે.ખાન ખનિજ વિભાગની કુલ 15 ટીમ દ્વારા વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ખનિજનો બિનઅધિકૃત રીતે સંગ્રહ કરવો ગુન્હો

રાજ્યના ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરી દ્વારા જણાવ્યાનુસાર, આ કચેરીની ફ્લાઈંગ સ્ક્વોર્ડ તેમજ જિલ્લાઓની ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કચેરીની તપાસ ટીમો દ્વારા સંયુક્ત રીતે રાજ્યમાં ખનિજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ અંગે અવારનવાર આક્સ્મિક તપાસો હાથ ધરવામાં આવતી હોય છે. જ્યારે ખાણ ખનિજનો બિનઅધિકૃત રીતે ખાન અને સંગ્રહ કરવોએ પણ એક ગુનો બને છે.

આ પણ વાંચો : અનાજના ટેસ્ટિંગ માટે પ્રથમ સંપૂર્ણ સ્વદેશી કીટ વિકસાવાઈ, ટૂંક સમયમાં તમામ APMC ખાતે થશે ઉપલબ્ધ

જાણો ક્યાં જિલ્લામાં પાડવામાં આવ્યા દરોડા

ખાણ -ખનિજ વિભાગની 15 ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા બિન કાયદેસર રીતે પ્રીતિનું સંગ્રહ કરનારા સંગ્રહખોરો સામે લાલ આંખ કરીને 12 જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે અંતર્ગત તાજેતરમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર જિલ્લામાં રેડ પાડવામાં આવી હતી.

આ પણ વાંચો : Mask Etiuqette: માસ્ક પહેરતાં આટલું કરો ને આમ ન કરશો

168 જેટલા સ્ટોકમાં તાપસ કરાઈ

રાજ્યના 12 જિલ્લાઓમાં ફ્લાઈંગ સ્ક્વોર્ડ તેમજ જિલ્લા કચેરીની પંદર તપાસ ટીમો દ્વારા સાદી રેતી ખનિજના કુલ 167 જેટલા સ્ટોકમાં સંયુક્ત રીતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ આકસ્મિક તપાસ દરમિયાન 154 જેટલા સ્ટોકધારકો દ્વારા 2,06,213 મેટ્રિક ટન બિનઅધિકૃત સંગ્રહ/નિકાશ સંદર્ભે રૂપિયા 6.97 કરોડનો દંડ વસુલ કરીને નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.