ગાંધીનગર રાજ્યમાં ચૂંટણીનો માહોલ ( Gujarat Assembly Election 2022 ) જામ્યો છે ત્યારે રાજકીય પક્ષોના સિનિયર નેતાઓ સતત ગુજરાતનો પ્રવાસ ખેડી ( Gujarat Congress Election Strategy )રહ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા એવા રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરના રોજ ( Rahul Gandhi to visit Ahmedabad on September 5 )ગુજરાત પ્રવાસ ખેડવાના છે. ત્યારે તેમના કાર્યકમની રૂપરેખા વિશે જાણકારી કોંગ્રેસ પક્ષ દ્રારા આપવામાં આવી હતી. જેમાં ગાંધીનગર જિલ્લામાં 5 વિધાનસભા બેઠક પરથી દરેક બુથમાંથી 10 જેટલી બસ ભરીને કાર્યકર્તાઓ ( Gandhinagar Congress Workers ) રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે.
કાર્યક્રમ સફળ બનાવવામાં આવશે ગાંધીનગર જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ રિવરફન્ટ ( Rahul Gandhi to visit Ahmedabad on September 5 ) ખાતે પરિવર્તન સંકલ્પ કરાવશે. જેમાં કોંગ્રેસના તમામ કાર્યકતાઓ હાજરી આપશે. જેની અંદર મારુ બુથ મારુ ગૌરવ કાર્યકમ શરૂ કરાવશે અને જનમિત્રોને ઓળખપત્ર આપશે.
કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ ચૂંટણીલક્ષી માહોલ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસે કાર્યકમને ( Rahul Gandhi to visit Ahmedabad on September 5 ) ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારી કરી છે. કોંગ્રેસના નેતા હિમાંશુ પટેલે ભાજપ સરકાર પર આક્ષેપ લગાવ્યા હતાં કે રાજ્ય સહિત દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે અને કોંગ્રેસ પક્ષ ચૂંટણી ઢંઢેરા આધારિત લડત લડશે. હાલ કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ ચૂંટણીલક્ષી માહોલ ( Gujarat Assembly Election 2022 ) કોંગ્રેસમાં બન્યો છે.
તમામ જિલ્લામાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ આવશે ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી રાહુલ ગાંધીના કાર્યક્રમ ( Rahul Gandhi to visit Ahmedabad on September 5 ) બાબતે કોંગ્રેસના કાર્યકર્તાઓને ( Gandhinagar Congress Workers ) આવવાનું આમંત્રણ આપ્યું છે. તેઓએ નિવેદન આપ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાંથી વધુમાં વધુ બસો આવે તે બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ( Congress state president Jagdish Thakor ) દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી.