ETV Bharat / city

લમ્પી વાઈરસની રસી ખૂટી ગઈ તેવો ઓડિયો વાયરલ થતાં સરકારે આપ્યો જવાબ

રાજ્યમાં લમ્પી વાયરસને લઈને (Lumpy virus in Gujarat) હાહાકાર મચી ગયો છે. ત્યાકે લમ્પી વાયરસની રસી ખુટી ગઈ તેવો જામનગરનો ઓડિયો વાયરલ (Lumpy Virus Audio Clip Viral) થતાં પશુપાલકોમાં ચિંતાનો વિષય પામ્યો હતો. જ્યારે પશુપાલન પ્રધાન રાઘવજી પટેલ લમ્પી વાયરસનો રસીને (Lumpy Virus Vaccine) લઈને જવાબ આપ્યો છે. આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં પશુઓના પરિવહન પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

લમ્પી વાઈરસની રસી ખૂટી ગઈ તેવો ઓડિયો વાયરલ થતાં સરકારે આપ્યો જવાબ
લમ્પી વાઈરસની રસી ખૂટી ગઈ તેવો ઓડિયો વાયરલ થતાં સરકારે આપ્યો જવાબ
author img

By

Published : Jul 29, 2022, 3:54 PM IST

ગાંધીનગર : રાજ્યના 15 જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસની (Lumpy virus in Gujarat) અસરો જોવા મળી રહી છે. તેને રાજ્ય સરકાર દ્વારા સઘન રસીકરણની (Lumpy Virus Vaccine) કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ બધા વચ્ચે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં લમ્પી વાયરસ બાબતે બે ડોક્ટરોના ઓડિયો ક્લિપ વાયરલ (Lumpy Virus Audio Clip Viral) થઈ હતી. જેમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂરતા પ્રમાણમાં રસી નથી અને રસીનો સ્ટોક ખૂટી પડ્યો છે જેથી ડોક્ટરો ઇન્જેક્શનમાં મીઠાનું પાણી આપવાની સલાહ સુચન આપતા હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. ત્યારે આ સમગ્ર બાબતે રાજ્યના પશુપાલન કેબિને રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રસીનો કોઈપણ પ્રકારનો ડોઝ ખૂટ્યો નથી.

લમ્પી વાઈરસની રસી ખૂટી ગઈ તેવો ઓડિયો વાયરલ થતાં સરકારે આપ્યો જવાબ

જામનગરમાં કેટલો સ્ટોક - જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રસીકરણના સ્ટોકની વાત કરવામાં આવે તો પશુઓમાં જે લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં લઈને 15 જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા રસીનું વિતરણ કરવામાં આવ્યું છેે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હાલના તબક્કે 12000 જેટલા રસીના ડોઝ ઉપલબ્ધ છે, ત્યારે આવું આવનારા 24 કલાકની અંદર વધારાના બીજા 50,000 રસીના (Lumpy Virus Vaccine Stock) સ્ટોક પણ રાજ્ય સરકાર દ્વારા મોકલી દેવામાં આવશે. તેવું નિવેદન રાજ્યના પશુપાલન કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે કર્યું હતું.

આ પણ વાંચો : પશુઓ માટે લમ્પી વાઈરસ બન્યો જીવલેણ, તંત્રએ કર્યો લુલો બચાવ

પશુઓના પરિવહન પર પ્રતિબંધ - બુધવારના રોજ રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના 15 જિલ્લામાં જે પશુઓમાં લમ્પી વાયરસની અસરો (Effects of Lumpy Virus in Cows) જોવા મળી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ આ 15 જિલ્લાઓમાંથી પશુઓના પરિવહન પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ જે જગ્યા પર લમ્પી વાયરસના કેસ જોવા મળે તેમાં પાંચ કિલોમીટરની ત્રિજ્યામા રસીકરણની ઝુંબેશ પણ વધુ સઘન કરવાની સૂચના પણ કેબિનેટ બેઠકમાં પશુપાલન વિભાગને આપવામાં આવી છે.

આ પણ વાંચો : લમ્પી વાયરસના પગલે 14 જિલ્લાઓ નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર

ક્યાં જિલ્લામાં છે પ્રભાવ - પશુઓમાં લમ્પી વાયરસની વાત કરવામાં આવે તો, રાજ્ય સરકાર દ્વારા લમ્પી ડિસીઝના (Jamnagar Lumpy Virus Vaccine Audio Clip) નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ અને પાટણ જિલ્લાના નિયંત્રિત વિસ્તાર તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પશુઓને ત્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવી છે. સાથે જ નિયંત્રિત વિસ્તારવાળા જિલ્લાઓની અંદર તેમજ બહાર અન્ય સ્થળોએ પશુઓના વેપાર મેળા પ્રદર્શન રમતો અને પ્રાણીઓના મેળાવડા પણ નહીં કરવાની કડક સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.