ETV Bharat / city

ખાદ્ય તેલના ભાવ વધારા મુદ્દે ગૃહમાં હોબાળો, નિકાસ વધુ એટલે ભાવ વધારાનો સરકારનો જવાબ - The issue of price rise in the legislature

ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં દિવસને દિવસે સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ મુદ્દે આજે ગુરૂવારે વિધાનસભા ગૃહમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પક્ષે અનેક પ્રહારો સરકાર પર કર્યા હતા. ત્યારે આ બાબતે રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મગફળીની આવક ઓછી થઈ છે, પરંતુ બજારમાં ભાવ વધુ હોવાના કારણે ખેડૂતોએ ખાનગી વેપારીઓને મગફળી વધુ વેચાણ કરી છે, જેથી વેપારીઓએ વધુમાં વધુ નિકાસ કરી હોવાના કારણે ગુજરાતમાં ભાવ વધારો થયો છે.

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભા
author img

By

Published : Mar 4, 2021, 10:30 PM IST

  • વિધાનસભા ગૃહમાં સીંગતેલ અને કપાસિયાના તેલના ભાવવધારા મુદ્દે હોબાળો
  • કોંગ્રેસે સરકાર પર અનેક પ્રહારો કર્યા
  • નિકાસ વધુ એટલે ભાવ વધારાનો સરકારનો જવાબ

ગાંધીનગર: ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં દિવસને દિવસે સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ મુદ્દે આજે ગુરૂવારે વિધાનસભા ગૃહમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પક્ષે અનેક પ્રહારો સરકાર પર કર્યા હતા. ત્યારે આ બાબતે રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મગફળીની આવક ઓછી થઈ છે, પરંતુ બજારમાં ભાવ વધુ હોવાના કારણે ખેડૂતોએ ખાનગી વેપારીઓને મગફળી વધુ વેચાણ કરી છે, જેથી વેપારીઓએ વધુમાં વધુ નિકાસ કરી હોવાના કારણે ગુજરાતમાં ભાવ વધારો થયો છે.

ભાવને અંકુશ મેળવવા માટે સરકારે કેટલા પગલાં લીધા: ચંદ્રિકા બારીયા

કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ વિધાનસભા ગૃહમાં સરકારને સવાલ કર્યો હતો કે, જે રીતે તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે ભાવ વધારા ઉપર અંકુશ મેળવવા કયા કયા પગલાં લીધા છે? આ ઉપરાંત તેમણે આદિવાસી વિસ્તારના લોકોને હોળી તહેવાર દરમિયાન એક મિત્ર તરીકે આપવા માટે સરકારને રજુઆત કરી હતી તે અને મગફળીનો બેટા પ્રશ્ન પણ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ઉપસ્થિત કર્યો હતો.

આ પણ વાચોઃ ગાંધીનગર - વિધાનસભા ગૃહના ત્રીજા દિવસે કૃષિ, રમતગમત સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

વિધાનસભાગૃહમાં ખાદ્યતેલ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પણ અનેક સવાલો કર્યા

વિધાનસભાગૃહમાં ખાદ્યતેલ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પણ અનેક સવાલો કર્યા હતા. રાજ્યના નાણાં પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યએ અભ્યાસ કરવો જોઈએ અને આ રીતે સરકાર ઉપર આડેધડ આક્ષેપો કરવા જોઇએ નહીં, કારણ કે આ દરમિયાન મગફળીની માગ વિદેશમાં વધુ હતી, જેના કારણે ભાવમાં ઉછાળો આવતા ખેડૂતોએ બજારકિંમતમાં પોતાની મગફળી વેચી છે, એટલું જ નહીં દેશના ખેડૂતોની આવક વધવાથી તેઓ ખુશ થયાં છે અને ખુશીનો જવાબ ચાર દિવસ પહેલાં જ જનતાએ આપી દીધો છે, ત્યારે કોંગ્રેસને દુખે છે માથું અને ખૂટે છે પેટ જેવું કામ કરે છે તેવુ કહેતા વિધાનસભા ગૃહમાં હોબાળો શરૂ થયો હતો.

વિધાનસભાગૃહમાં ખાદ્યતેલના ભાવમાં વધારાને લઈ કરાઈ ચર્ચા

આજે ગુરુવારે વિધાનસભાગૃહમાં જે રીતે રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે, ખેડૂતોએ બજારકિંમતમાં વધુ પ્રમાણમાં મગફળીનું વેચાણ કર્યું છે અને વિદેશમાં પણ મગફળીનું તેલ અને કપાસિયાના તેલની માગ વધુ હોવાના કારણે નિકાસ કરી હોવાથી ગુજરાત રાજ્યમાં તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

ખાદ્ય તેલના ભાવ વધારા મુદ્દે ગૃહમાં હોબાળો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.