ETV Bharat / city

કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વેક્સિન લીધી - રીમડેસિવીર ઇન્જેક્શન

કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ શનિવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. વેક્સિન લીધા બાદ લોકોને વેક્સિન લેવાની પ્રેરણા આપી હતી.

રૂપાલાએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો
રૂપાલાએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો
author img

By

Published : Apr 3, 2021, 4:47 PM IST

  • રૂપાલાએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો
  • લોકોને વેક્સિન લેવાની આપી પ્રેરણા
  • ઇન્જેક્શનમાં કાળા બજારી થઈ રહી હશે તો દોષીતો સમક્ષ પગલાં ભરાશે: રૂપાલા

ગાંધીનગર: કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શનિવારના રોજ વેક્સિન લીધી હતી. વેક્સિનનો તેમનો આ બીજો ડોઝ હતો. આ દરમિયાન તેમને લોકોને વેક્સિન લેવા માટે પ્રેરણા પણ આપી હતી. 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકોએ કોરોના વેક્સિન વહેલી તકે લેવી જોઈએ તેવી અપીલ કરી હતી.

આ પણ વાંચો: બારડોલીમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

વેક્સિન પ્રકિયા વધુ તેજ કરવામાં આવી રહી છે

રૂપાલા વધુમાં જણાવ્યું હતું કે, હાલ દેશ સહિત રાજ્યમાં કોરોના કેસનું સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં સરકાર કોરોના સંક્રમણને રોકવા પ્રયાસ કરી રહી છે. વેક્સિન પ્રકિયા વધુ તેજ કરવામાં આવી રહી છે. દરેક લોકો આ અભિયાનમાં જોડાય તે જરૂરી છે. કોરોના તો છે, પરંતુ તેની સામે વેક્સિન લેવી પણ જરૂરી છે.

આ પણ વાંચો: નવસારીમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ

રીમડેસિવીર ઇન્જેક્શનમાં થશે તપાસ

રૂપાલાને આ દરમિયાન રીમડેસિવીર ઇન્જેક્શન મામલે પ્રશ્ન પૂછતા તેમને જણાવ્યું હતું કે, જો ઇન્જેક્શનમાં કાળા બજારી થઈ રહી હશે અને જો લોકો ઇન્જેક્શનના વધુ રૂપિયા પ્રજા પાસેથી પડાવી રહ્યાં હશે તો તે વાતને ધ્યાનમાં રખાશે અને આગામી તપાસ હાથ ધરાશે. જો આ પ્રકારની લૂંટ ચાલતી હશે તો ચોક્કસથી દોષીતો સમક્ષ પગલાં ભરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.