ETV Bharat / city

PSI Exam Result: PSIની પરીક્ષા આપનારા ઉમેદવારોની આતૂરતાનો અંત, ગણતરીના કલાકમાં આવશે પરિણામ

રાજ્યમાં તાજેતરમાં જ લેવાયેલી PSIની પરીક્ષાના ઉમેદવારોની આતુરતાનો અંત (PSI Exam Result) આવ્યો છે. કારણ કે, ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે (PSI Recruitment Board Chairman IPS Vikas Sahay) આજે જ ટ્વિટર પર પરિણામ અંગે મહત્વની જાહેરાત (IPS Vikas Sahay Tweet) કરી છે.

PSI Exam Result: PSIની પરીક્ષા આપનારા ઉમેદવારોની આતૂરતાનો અંત, ગણતરીના કલાકમાં આવશે પરિણામ
PSI Exam Result: PSIની પરીક્ષા આપનારા ઉમેદવારોની આતૂરતાનો અંત, ગણતરીના કલાકમાં આવશે પરિણામ
author img

By

Published : Apr 25, 2022, 2:51 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારે રાજ્યમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ની ભરતીની જાહેરાત (PSI Exam Result) કરી હતી. ત્યારે PSIની ભરતી બાબતની શારીરીક કસોટી અને લેખિત પરીક્ષા પૂર્ણ થઈ છે. જોકે, હવે ઉમેદવારો હવે અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા છે. તેવામાં ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે (PSI Recruitment Board Chairman IPS Vikas Sahay) આજે (સોમવારે) પરિણામ અંગે (IPS Vikas Sahay Tweet) ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, આગામી 72 કલાકમાં પરીક્ષાનું પરિણામ જાહેર થશે. એટલે કે ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 6 માર્ચે 312 કેન્દ્ર ઉપર 92,145 જેટલા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી.

  • My apologies for delay in publishing results of PSI Preliminary Examination. I was on long leave for very personal reasons. Have joined office today. Give me 72 hours.

    — Vikas Sahay, IPS (@VikasSahayIPS) April 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પરીક્ષામાં પ્રથમ વખત થયો હતો જામરનો ઉપયોગ - PSIની પરીક્ષામાં પ્રથમ વખત અમદાવાદ અને ગાંધીનગરના કેન્દ્રોમાં CCTV ઉપરાંત જામરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થઈ શકે. ઉલ્લેખનીય છે કે, અત્યારે વધુમાં વધુ લોકો ડિજિટલ વોચ અને ઈલેક્ટ્રિક ગેઝેટનો વધુ ઉપયોગ કરતા હોય છે. ત્યારે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને ઇન્ટરનેટ કનેકટીવિટી અને મોબાઇલની કનેક્ટિવિટી ન મળે. તેને ધ્યાનમાં લઈને બોર્ડ દ્વારા જામરના ઉપયોગ કરીને પરીક્ષા યોજવાનું આયોજન કર્યું હતું. સવારે 8:30 કલાકથી 11:00 કલાક સુધી જામર રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- રાજકોટમાં બિન સચિવાલયની પરીક્ષા આપવા માટે આવેલ દિવ્યાંગ ઉમેદવારો થયા પરેશાન

કેટલા લોકોએ આપી હતી પરીક્ષા - લેખિત પરીક્ષાની વાત કરીએ તો, શારીરિક કસોટીમાં 96,231 ઉમેદવારો પાસ થયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં કુલ 92,145 ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 312 કેન્દ્ર ઉપર આ પરીક્ષા યોજાઈ હતી. આ તમામ કેન્દ્ર સરકારી સ્કૂલ અને કોલેજોમાં 3,000થી વધુ ક્લાસરૂમમાં પરીક્ષા લેવામાં આવી હતી.

ગેરરીતિ ના થાય તે માટે કેવી વ્યવસ્થા - મહત્વની વાત કરીએ તો, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરી માટેના પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં જ ફૂટી જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે PSIની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને ધ્યાનમાં લઈને લેખિત પરીક્ષાનું આયોજન ફક્ત અમદાવાદ અને ગાંધીનગર કેન્દ્રો ખાતે જ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- બિન સચિવાલય પરીક્ષા શરૂ થાય તે પહેલાં 2 ઉમેદવાર ચોરીનો પ્રયાસ કરવા જાય તે પહેલા પકડાયા

ગાડીઓને અપાયો હતો ફિક્સ રૂટ - આ માટે બોર્ડ દ્વારા અલગ-અલગ 77 રૂટ તૈયાર કરવામાં આવ્યા (PSI Exam Result) હતા. તે ગાડી પ્રશ્નપત્ર કેન્દ્ર સુધી લઈ જવામાં આવી હતી. આ ગાડી સતત કન્ટ્રોલ રૂમના સંપર્કમાં હતી. આ માટે એક સ્પેશિયલ કંટ્રોલ રૂમ (PSI Exam Result) પણ તૈયાર કરાયો હતો. જ્યારે તમામ ગાડીઓમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી હતી. સાથે જ તમામ ગાડીઓને એક ફિક્સ રૂટ પણ આપી દેવામાં આવ્યો હતો.

સ્ટ્રોંગ રૂમ પર ચુસ્ત બંદોબસ્ત - સ્ટ્રોંગ રૂમની વાત કરીએ તો, PSI ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે (PSI Recruitment Board Chairman IPS Vikas Sahay) વધુમાં જણાવ્યું હતું કે, સ્ટ્રોગ રૂમમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અહીં અધિકારીઓએ સતત વિઝીટ પણ કરી હતી. સાથે જ સ્ટ્રોંગ રૂમની ચાવી પણ IPS વિકાસ સહાયની પાસે જ હતી. તો આ પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રશ્નપત્રની ઉત્તરવહીઓ રૂમમાં લાવવામાં આવી હતી. અહીં તેનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે. જ્યારે ગણતરીના કલાકોમાં તમામ ઉત્તરવહીઓ સ્કેન કરીને વેબસાઈટ ઉપર જાહેર પણ કરવામાં આવશે. જેથી બાદમાં કોઈ પણ લોકો કોઈ આક્ષેપ કરી શકે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.