- વોર્ડ નંબર 6 માં સ્થાનિકોએ જણાવી જુદી જુદી સમસ્યાઓ
- અહીંની મુખ્ય સમસ્યાઓમાં પાણી ભરાવવું, ગટરો ઉભરાવવી, ઓછા ફોર્સથી પાણી આવવું વગેરે સમસ્યાઓ
- કોર્પોરેશનના નવા વિસ્તારોને આ વર્ષે વોર્ડ નંબર 6 માં સમાવવામાં આવ્યા
ગાંધીનગર: ગાંધીનગર વોર્ડ નંબર છ કે, જે ગાંધીનગરનો મહત્વનો વોર્ડ માનવામાં આવે છે. જ્યાં 25 હજારથી પણ વધુ મતદારો છે. ખાસ કરીને આ વખતે જ આ વોર્ડના આવતા વાવોલ સહિતના કેટલાક વિસ્તારનો સમાવેશ ગુડામાંથી કોર્પોરેશનમાં કરાયો છે. જોકે વોર્ડ નંબર 6 માં તમામ પાર્ટીઓ દ્વારા આ વોર્ડ પર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને Etv Bharat સાથે અહીંના સ્થાનિકોએ રહેવાસીઓએ તેમની બેઝિક તેમજ છેલ્લા પાંચ વર્ષમાં જોવા મળેલી કેટલીક સમસ્યાઓ જણાવી હતી. ખાસ કરીને ચોમાસામાં અહીં પાણી ભરાવવાની સમસ્યા, ગટરો ઉભરાવવી, પાણી ઓછા ફોર્સથી આવવા સહિતની સમસ્યાઓ અહીંના સ્થાનિકોએ જણાવી હતા. આ ઉપરાંત અન્ય કેટલીક સમસ્યાઓ પણ સામે આવી છે.
વોર્ડ નંબર 6 ની કેટલીક મુખ્ય સમસ્યાઓ
ગાંધીનગર વોર્ડમાં જુદી સમસ્યા સામે આવી હતી. જેમાં આ સમસ્યાઓને અમે પારખી છે તેવું ત્યાંના પ્રચાર અભિયાન માયે આવેલા ઉમેદવારોએ કહ્યું હતું. ત્યાંના સ્થાનિકોએ તેમની મુખ્ય સમસ્યાઓ જણાવી હતી. ભાજપના ઉમેદવાર ગૌરાંગ વ્યાસે કહ્યું હતું કે, સમસ્યા ઘણી છે પરંતુ નાની નાની છે, જેને સોલ્વ કરીશું. અમે આ માટે તેમને સામેથી સમસ્યાનું લિસ્ટ આપવા જણાવીએ છીએ. તેમના આ જવાબમાં અહીંના સ્થાનિકોએ કહ્યું કે, અહીં રસ્તાઓ પર અંતરિયાળ વિસ્તારમાં ગંદકી જોવા મળે છે, ક્યાંક ગટરો ઉભરાય છે અને પાણીની સમસ્યા પણ છે. આ બેઝિક જરૂરિયાતો પૂરી થાય તે જરૂરી છે. અમારો ઉમેદવાર કોઈ પણ હોય અમારા વોર્ડની કેટલીક જરૂરિયાત સંતોષાયએ મહત્વનું છે.
![ગાંધીનગર વોર્ડ નંબર 6 ની સમસ્યા અને તેનો ઉકેલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gngar-08-gandhinagar-ward-6-elaction-campaign-rtu-7210015_26092021144414_2609f_1632647654_223.jpg)
વાવોલ વિસ્તારને કોર્પોરેશનમાં સમાવાયો હોવાથી ઉમેદવારો કરી રહ્યા છે આ વોર્ડના વિસ્તારમાં પ્રચાર
વોર્ડ નંબર 6 એ પહેલાથી જ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. જેથી આપ અને બીજેપી દ્વારા અહીં એડીચોટીનું જોર પ્રચારને લઈને કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ સવાર- સાંજ ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારોમાં સાફ-સફાઇનો પણ અભાવ હોવાથી રોડ રસ્તા ઉપર કચરાના ઢગલા જોવા મળ્યા હતા. ખાસ કરીને વાવોલ વિસ્તારમાં આ સમસ્યા સામે આવી હતી. જેથી બીજેપીના ઉમેદવારો પણ મોટા વોર્ડના મત વિસ્તાર વાવોલમાં સતત પ્રચાર કરતા જોવા મળે છે.
મુખ્ય એરિયાઓ :
વાવોલ, કુબેર નગર આસપાસનો વિસ્તાર, ગોકુલપુરા, સેક્ટર- 14, સેક્ટર-15, સેક્ટર-16, સેક્ટર- 11, સેક્ટર- 12, સેક્ટર- 13.
ઉમેદવારોની સંખ્યા :
- પુરુષ ઉમેદવારોની સંખ્યા- 13,171
- મહિલા ઉમેદવારોની સંખ્યા- 12,163
- ટોટલ ઉમેદવારો- 25,334
આ પણ વાંચો: ભાજપે બીજાના કામને પોતાના નામે ચડાવ્યા, કોંગ્રેસ કોર્પોરેટરનો આરોપ
ડોર ટુ ડોર પ્રચારમાં લોકો અમને રિસ્પોન્સ આપી રહ્યા છે: આપ શહેર પ્રમુખ
આપ શહેર પ્રમુખ જીતેન્દ્ર ધરવાડિયાએ કહ્યું કે, ડોર ટુ ડોર પ્રચારમાં અમને ત્યાંના સ્થાનિકો રિસ્પોન્સ આપી રહ્યા છે. જેથી આ વખતે અમારી પેનલ નીકળશે જ કેમ કે, અહીં જીતનાર પાર્ટીઓ એ ધ્યાન નથી આપ્યું. વોર્ડ નંબર 6 માં પાણીના અનેક પ્રશ્નો છે. લોકો આજે પણ તેમના પ્રશ્નોને લઈને અમારી સમક્ષ રજૂઆત કરે છે. કોંગ્રેસ દ્વારા કોઈ કામો નથી કરવામાં આવ્યા. જેથી ચોક્કસથી અમે લોકોના પ્રશ્નોને સોલ કરીશું.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા સર કરી શકશે ટીમ ભૂપેન્દ્ર ? જાણો તમામ સમીકરણ…
અમે કરેલા કામોને જોતા પ્રધાનોને ઉતારવાની ફરજ પડી રહી છે: કોંગ્રેસ શહેર પ્રમુખ
કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું કે, જે રીતે અમે વોર્ડ નંબર 6 માં આર.સી.સી. રોડ બનાવવા, પાણીના ટ્યુબવેલ બનાવવા સહિતના કામો કર્યા છે. જેથી અમને જનતા પસંદ કરે છે. અમારા ચારેય ઉમેદવારો આ પહેલા પણ આવતા હતા અને આ વખતે પણ આવશે જ. અમે કરેલા કામોને જોતા બીજેપીએ તેમના પ્રધાનો ઉતારવાની ફરજ પડી રહી છે. આ વખતે પણ અમે અમારા કામોને જોતા ચોક્કસથી આવીશું જ.