ગાંધીનગર : ખાનગી હોસ્પિટલ દ્વારા લેવામાં આવતી ફી બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોના દર્દીઓ પાસેથી નાણાં વસૂલવામાં આવી રહ્યાં છે આ વાતની ફરિયાદ રાજ્ય સરકાર સુધી પહોંચી છે. અમે કોઈ હોસ્પિટલનું નામ નથી જણાવવા માગતાં પરંતુ તમામ ખાનગી હોસ્પિટલને સૂચના આપવામાં આવે છે કે, દર્દી પાસેથી નિયમ પ્રમાણે જ ફી વસૂલ કરવામાં આવે. તેમ છતાં પણ જો કોઈપણ હોસ્પિટલ વધુ પ્રમાણમાં ફી વસૂલશે તો તેવી હોસ્પિટલને રાજ્ય સરકાર બંધ કરી દેશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદામાં રાજ્ય સરકારને મહત્વની જવાબદારી અને સત્તા પ્રાપ્ત થઈ છે તે અન્વયે હોસ્પિટલ બંધ કરવાની પણ કાર્યવાહી કરતાં રાજ્ય સરકાર ખચકાશે નહીં.
ખાનગી હોસ્પિટલ ચેતી જજો, નહીં તો લાયસન્સ રદ થશે : નિતીન પટેલ - કોવિડ હોસ્પિટલ્સ
કોરોનાની મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લામાં કોવિડ હોસ્પિટલ બનાવાઈ હતી. પરંતુ જે રીતના કેસ વધતાં ગયાં ત્યાર બાદ રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની પરવાનગી આપી હતી. પરંતુ ખાનગી હોસ્પિટલ દર્દી પાસેથી અઢળક નાણાં લૂંટતા હોવાની ફરિયાદ સરકારને કાને આવતાં સરકાર ખાનગી હોસ્પિટલના તંત્રને કડક સૂચના આપીને હોસ્પિટલ બંધ કરવાની પણ ચીમકી આપી છે.