ETV Bharat / city

વડાપ્રધાન મોદીએ કેવડિયા માટેની ટ્રેનોને આપી લીલી ઝંડી, કેવડિયા રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત રાજ્યમાં રેલવેને લગતા અન્ય કેટલાંક પ્રોજેક્ટસનું પણ આ પ્રસંગે ઉદ્ઘાટન કરાયું હતું.

gandhinagar news
gandhinagar news
author img

By

Published : Jan 17, 2021, 6:44 AM IST

Updated : Jan 17, 2021, 2:31 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને વધુ એક ભેટ
  • દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી ટ્રેનને અપાઇ લીલીઝંડી
  • ગુજરાતમાં રેલવે ક્ષેત્રને લગતા અનેક પ્રોજેકટ્સનું ઉદ્ઘાટન પણ કરાયું

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેનોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરી છે. આ ઉપરાંત દેશના સૌપ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશનનું પણ આ પ્રસંગે ઉદ્ઘાટન થયું હતું.

મુખ્યપ્રધાન રૂપાણી અને રેલવે પ્રધાન પિયૂષ ગોયલ પણ કેવડિયા ખાતે ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે કેવડિયા ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવેપ્રધાન પિયૂષ ગોયલ પણ કેવડિયામાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદી દ્વારા ડભોઇ-ચાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઈન, ચાંદોદ- કેવડિયા નવી બ્રોડગેજ રેલવે લાઈન, પ્રતાપનગર- કેવડિયા નવા વિદ્યુતીકરણ રેલ ખંડ તથા ડભોઇ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલવે સ્ટેશન છે.

જૂઓ પ્રવાસીઓની પ્રતિક્રિયા

નવી રોજગારીનું નિર્માણ થશે

આ પ્રોજેક્ટસના નિર્માણ થકી નવી રોજગારી અને વ્યવસાયની તકો ઉપલબ્ધ થશે. જેના પરિણામે નજીકના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે. નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થ સ્થળો સાથે પણ આ ટ્રેનો જોડશે. જેના લીધે આ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસ માટે પ્રેરક બની રેહશે અને સ્થાનિક-આંતરરાષ્ટ્રીય પર્યટનમાં પણ વધારો થશે.

જૂઓ ટ્રેનની ખાસ સુવિધા...

જૂઓ ગુજરાતી કલાકરો સાથે ખાસ વાતચીત તેમજ ટ્રેનમાં શું છે સુવિધા

8 ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

  1. ટ્રેન નં- ૦૯૧૦૩/૦૪- કેવડિયાથી વારાણસી- મહામના એક્સપ્રેસ (સાપ્તાહિક)
  2. ટ્રેન નં- ૦૨૯૨૭/૨૮- દાદરથી કેવડિયા-દાદર-કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)
  3. ટ્રેન નં- ૦૯૨૪૭/૪૮- અમદાવાદથી કેવડિયા-જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)
  4. ટ્રેન નં- ૦૯૧૪૫/૪૬- કેવડિયાથી હઝરત નિઝામુદ્દીન-નિઝામુદ્દીન-કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક).
  5. ટ્રેન નં- ૦૯૧૦૫/૦૬- કેવડિયાથી રીવા-કેવડિયા-રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક)
  6. ટ્રેન નં- ૦૯૧૧૯/૨૦- ચેન્નઈથી કેવડિયા- ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)
  7. ટ્રેન નં- ૦૯૧૦૭/૦૮- પ્રતાપનગરથી કેવડિયા- મેમૂ ટ્રેન (દૈનિક)
  8. ટ્રેન નં- ૦૯૧૦૯/૧૦- કેવડિયાથી પ્રતાપનગર- મેમૂ ટ્રેન (દૈનિક)

    જણાવી દઇએ કે, જનશતાબ્દી એક્સપ્રેસમાં નવીનતમ “વિસ્ટા-ડોમ ટૂરિસ્ટ કોચ” બનાવવામાં આવ્યો છે. જેમાં બેસીને પર્યટકો પ્રવાસમાં કુદરતી દ્રશ્યોનો નયનરમ્ય નજારો માણી શકશે.

Last Updated : Jan 17, 2021, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.