ETV Bharat / city

રાજ્યમાં રિકવરી રેટ વધારવાનો કારસો, સરકારે નબળાઈ છુપાવવા પ્રેસનોટની પેટર્ન બદલી

રાજ્યમાં કોરોના વાઈરસને લઈને હવે ચોક્કસ જોવા મળી રહ્યું છે કે, સરકાર ભીંસમાં મુકાઈ છે. નબળાઈ છુપાવવા માટે પ્રેસનોટની પેટર્ન બદલી દેવામાં આવી છે. અત્યાર સુધી પ્રેસનોટમાં 24 કલાકની સાથે કુલ આંકડા બતાવવામાં આવતા હતા, પરંતુ હવે સરકાર દબાણ અનુભવી રહી છે, જેને લઈને સવાલો ઉભા થઇ રહ્યાં છે.

author img

By

Published : May 26, 2020, 10:29 PM IST

press note pattern changed in covid-19 update
રાજ્યમાં રિકવરી રેટ વધારવાનો કારસો, સરકારે નબળાઈ છુપાવવા પ્રેસ નોટની પેટર્ન બદલી

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસને લઈને હવે ચોક્કસ જોવા મળી રહ્યું છે કે, સરકાર ભીંસમાં મુકાઈ છે. નબળાઈ છુપાવવા માટે પ્રેસનોટની પેટર્ન બદલી દેવામાં આવી છે. અત્યાર સુધી પ્રેસનોટમાં 24 કલાકની સાથે કુલ આંકડા બતાવવામાં આવતા હતા, પરંતુ હવે સરકાર દબાણ અનુભવી રહી છે, જેને લઈને સવાલો ઉભા થઇ રહ્યાં છે. દરરોજ સમાચાર પત્રોમાં આંકડા પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેને લઈને હવે જયંતિ રવિએ facebook લાઇવ તો બંધ કરી દીધું છે, જેની સાથે આંકડા પણ છુપાવવાનું ચાલુ થઈ ગયું છે.

રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાઈરસ અટકવાનું નામ લેતો નથી. તંત્ર દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ નિરર્થક સાબિત થઈ રહ્યાં છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 361 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 25 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઈરસના કુલ 14829 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 503 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

સમગ્ર રાજ્ય કોરોનાગ્રસ્ત થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 251, વડોદરામાં 31, સુરતમાં 36, સાબરકાંઠા 8, ગાંધીનગર 7, જામનગર 5, બનાસકાંઠા, મહીસાગર, વલસાડ 3-3, ભાવનગર, અરવલ્લી કચ્છ, નવસારી 2-2, જુનાગઢ, મહેસાણા, અમરેલી, પાટણ, પંચમહાલ અને રાજકોટમાં 1-1 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં એક જ દિવસમાં આજે 361 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. જેને લઇને રાજ્યનો કુલ આંકડો 14829 પર પહોંચ્યો છે. જેમાં માત્ર અમદાવાદના જ 10841 કેસ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.