ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળાની સીઝન હવે અંતિમ ક્ષેત્રોમાં છે અને ચોમાસાનું આગમન થઈ રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારના ગૃહ વિભાગ, મહેસુલ વિભાગ, હવામાન વિભાગ અને એરફોર્સ, નેવી તથા આર્મીના ઉચ્ચ અધિકારીઓ(Army high officials) વચ્ચે આજે(ગુરુવારે) રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારની અધ્યક્ષતામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી બાબતની એક ખાસ મહત્વની બેઠક(Premonsoon Activity Meeting) યોજાઇ હતી. જેમાં વરસાદના આગમન પહેલા તમામ જિલ્લાઓમાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે રાહત કમિશનર પી. સ્વરૂપે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. જ્યારે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ પવન ફૂકાવાની સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
જિલ્લા લેવલની બેઠકો પૂર્ણ કરવામાં આવી - વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના તમામ કલેક્ટરો અને જિલ્લા લેવલની બેઠકો પ્રિમોન્સુન કામગીરીની પૂર્ણ કરવામાં આવી છે. આ બાબતની જાહેરાત પણ રાહત કમિશનર સ્વરૂપે કરી હતી. જ્યારે રાજ્યના તમામ જિલ્લા લેવલ બેઠકની વાત કરવામાં આવે તો શહેર અને જિલ્લામાં જે જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય છે. તે આ વર્ષે પાણીનો ભરાવો ન થાય તે બાબતે પણ સમીક્ષા જિલ્લા કલેક્ટર(District Collector) દ્વારા કરવામાં આવી છે અને લોકોને હેરાન ન થવું પડે તે બાબતે પણ વિશેષ કાળજી રાખવામાં આવી છે.
આર્મી, નેવી અને એરફોર્સ સ્ટેન્ડ બાઈ - ગુજરાતના રાહત કમિશ્નર પી.સ્વરૂપે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સમગ્ર રાજ્યમાં ચોમાસું સામાન્ય રહેશે, પરંતુ જો અમુક જગ્યાએ આપવા માટે અથવા તો પરિસ્થિતિ વિકટ બને તેવા સમયમાં તાત્કાલિક ધોરણે આર્મી, નેવી અને એરફોર્સની મદદ મળી રહે. તે માટે આ સેનાના ત્રણેય પાંખના અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા. આર્મી નેવી અને એરફોર્સની ટીમોને પણ સ્ટેન્ડ બાય(Standby to Air Force teams) રાખવામાં આવશે. જેથી તાત્કાલિક તો જાણે તેઓની મદદ લઈ શકાય. જે લોકો વરસાદના પાણીમાં ફસાયા છે. તે લોકોને સરળતાથી કરી શકાય.
આ પણ વાંચો: ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવેલા બદલાવ મામલે શું છે હવામાન વિભાગનું સત્તાવાર નિવેદન?
સાધન સામગ્રીની ચકાસણી કરાઈ - પી. સ્વરૂપે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ભારે વરસાદથી લોકોને બચાવવા માટે મહત્વની ફરજ બજવતા NDRF(National Disaster Response Force Team) અને SDRFટીમના(State Disaster Response Force Team) અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર હતા અને બચાવ કામગીરીમાં આપવામાં આવતા તમામ સાધનોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે રાજ્ય સરકારના મહત્વના વિભાગો જેવા કે મહેસુલ વિભાગ, પશુપાલન વિભાગ, ઉર્જા વિભાગ, રાહત અને બચાવ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા.