ETV Bharat / city

પોઝિટિવ કેસને ત્રણ કેટેગરીમાં વહેંચી દર્દીની સ્થિતિ આધારે ડિસ્ચાર્જ અપાશે: જયંતિ રવિ

કોરોના પોઝિટિવ કેસના ડિસ્ચાર્જ માટે કેન્દ્ર સરકારે નવી પોલિસી જાહેર કરી છે. જેમાં નેશનલ ટાસ્કફોર્સ દ્વારા કેન્દ્ર સરકારના જાહેર આરોગ્યના તજજ્ઞો, મેડિસિનના તજજ્ઞો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા થયેલ સંશોધનના આધારે આ પોલીસીમાં ફેરફારો કરવામાં આવ્યાં છે. હવે પોઝિટિવ કેસને ત્રણ કેટેગરીમાં વહેંચી દર્દીની સ્થિતિ આધારે ડિસ્ચાર્જ અપાશે.

Positive cases will be divided into three categories and discharged based on the patient's condition
પોઝિટિવ કેસને ત્રણ કેટેગરીમાં વહેંચી દર્દીની સ્થિતિ આધારે ડિસ્ચાર્જ અપાશે: જયંતિ રવિ
author img

By

Published : May 10, 2020, 5:38 PM IST

ગાંધીનગરઃ કોરોના પોઝિટિવ કેસના ડિસ્ચાર્જ માટે કેન્દ્ર સરકારે નવી પોલિસી જાહેર કરી છે. જેમાં નેશનલ ટાસ્કફોર્સ દ્વારા કેન્દ્ર સરકારના જાહેર આરોગ્યના તજજ્ઞો, મેડિસિનના તજજ્ઞો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા થયેલ સંશોધનના આધારે આ પોલીસીમાં ફેરફારો કરવામાં આવ્યાં છે. હવે પોઝિટિવ કેસને ત્રણ કેટેગરીમાં વહેંચી દર્દીની સ્થિતિ આધારે ડિસ્ચાર્જ અપાશે.

આ અંગે ડૉ. જયંતિ રવિએ કહ્યું કે, કોરોના સંક્રમણ સંદર્ભે પોઝિટિવ કેસોને ત્રણ કેટેગરીના આધારે ડિસ્ચાર્જ આપવાની નવી પોલિસી જાહેર કરાઈ છે. જેેમાં સૌપ્રથમ ઓછા લક્ષણો એટલે કે વેરીમાઈલ્ડ કે જેમાં ઝીણો તાવ હોય, કોઈ લક્ષણ ન હોય એટલે પ્રીસીમ્ટોમેટીક હોય તેવા પોઝિટિવ દર્દીઓ કે તેમને જે દિવસે સીમ્ટમ દેખાયા હોય અને ટેસ્ટિગ થયું હોય તે દિવસથી 10 દિવસ સુધીમાં કોઈ સીમ્ટમ ન દેખાયા તો ડિસ્ચાર્જ આપવામાં આવશે.

Positive cases will be divided into three categories and discharged based on the patient's condition
પોઝિટિવ કેસને ત્રણ કેટેગરીમાં વહેંચી દર્દીની સ્થિતિ આધારે ડિસ્ચાર્જ અપાશે: જયંતિ રવિ

આવા દર્દીઓને ત્રણ દિવસ સુધી તાવ કે કોઈપણ જાતના સિમ્ટમ ન હોવા જોઈએ. આ દર્દીઓને RTPCR ટેસ્ટની જરૂર રહેશે નહીં. કોરોના પોઝિટિવ કેસના દર્દી કે જે મોડરેટ એટલે કે તેમને બિલકુલ તાવ નથી એ સંદર્ભે કેન્દ્ર સરકારે કહ્યું છે કે, સૌથી પહેલા આ લોકોની ક્લિનિકલી તપાસ કરવી અને તાવ નોર્મલ હોય, શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડતી હોય, બાહ્ય રીતે ઓક્સિજન આપ્યો હોય એ કાઢ્યા પછી ત્રણ દિવસ સુધી નોર્મલ તાવ અને રૂટ એર પર શ્વાસોશ્વાસમાં કોઈ તકલીફ ન પડતી હોય તો 10 દિવસ બાદ ડિસ્ચાર્જ આપવાનું રહેશે.

અન્ય પોઝિટિવ કેસો કે જે સિવિયર હોય એટલે કે વેન્ટિલેટર પર હોય, નોર્મલ તાવ હોય ઉપરાંત કેન્સર, એચ.આઈ.વી કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના કારણે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને માત્ર એક જ વખત RTPCR ટેસ્ટ કરીને ડિસ્ચાર્જ કરવામાં આવશે. આ તમામ લોકોએ ડિસ્ચાર્જ બાદ ઘરમાં સાત દિવસ ફરજિયાત આઈસોલેશનમાં પણ રહેવાનું રહેશે.

આજે સવારે દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય સચિવના અધ્યક્ષ યોજાયેલી વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા FAQ સિસ્ટમ એટલે કે ફ્રિકવન્ટલી આસ્ક કવેશ્ચનના માધ્યમ દ્વારા લોકોના અભિપ્રાયો મેળવીને આ પોલીસીમાં વધુ સઘન રીતે કામગીરી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.