ETV Bharat / city

e-vehicles ખરીદીની Subsidy માટે લોન્ચ થયું પોર્ટલ, 1,300 સુપરવાઇઝર, ઈન્સ્ટ્રકટરને નિમણૂકપત્ર એનાયત - Subsidy

મહાત્મા મંદિર ખાતે ગો ગ્રીન (Go Green) પોર્ટલનું લોન્ચિંગ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયું હતું. જેના થકી શ્રમયોગીઓ હવેથી ઓનલાઇન એપ્લાય કરી ટુ વ્હીલર પર મળનારી Subsidy નો લાભ લઈ શકશે. આ ઉપરાંત સુપરવાઇઝર, ઈન્સ્ટ્રકટરને નિમણૂકપત્ર CM Bhupenrda Patel દ્વારા એનાયત કરવામાં આવ્યાં હતાં. એમ મહત્વના બે કાર્યક્રમો થયાં હતાં.

e-vehicles ખરીદીની Subsidy માટે લોન્ચ થયું પોર્ટલ, 1,300 સુપરવાઇઝર, ઈન્સ્ટ્રકટરને નિમણૂકપત્ર એનાયત

author img

By

Published : Oct 25, 2021, 3:01 PM IST

મુખ્યપ્રધાનના હસ્તે મહાત્મા મંદિર ખાતે ગો ગ્રીન પોર્ટલ લોન્ચ કરાયું

30થી 50 ટકા અથવા 30 હજાર પૈકી જે રકમ ઓછી હોય એ સબસિડી માટે અપાશે

1,300ને નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યાં

ગાંધીનગર : શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકની નિયામક, રોજગાર અને તાલીમના ખાતામાં તાબાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સુપરવાઇઝર અને ઈન્સ્ટ્રકટર વર્ગ 3ના નિમણૂકપત્ર મુખ્યપ્રધાનના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગો ગ્રીન યોજનાનો શુભારંભ મહાત્મા મંદિર ખાતેથી CM Bhupenrda Patel દ્વારા કરવામાં આવ્યો હતો. આ નિમિત્તે મુખ્યપ્રધાન ઉપરાંત રોજગાર પ્રધાન બ્રિજેશકુમાર મેરજા ગુજરાત રોજગાર શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન સુનિલ સિંઘી, મુખ્યસચિવ પંકજકુમાર, સચિવ અંજુ શર્મા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રમયોગીઓને ઈલેક્ટ્રીક ટુ વ્હીલર વાહનોની ખરીદી પર 30થી 50 ટકા રાહત અપાશે

મહાત્મા મંદિરથી ગો ગ્રીન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બાંધકામ શ્રમયોગી અને સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ઈ વાહનો (e-vehicles) એટલે કે, બેટરી સંચાલિત ટુ વ્હીલર વાહનોની ખરીદી પર Subsidy આપવામાં આવશે. ઈલેક્ટ્રીક ટુ વ્હીલર વાહનોની ખરીદી પર 30થી 50 ટકા અથવા 30 હજાર પૈકી જે રકમ ઓછી હોય તેના પર સબસિડી અપાશે. આરટીઓ ટેક્સ રોડ ટેકસમાં સબસિડી અપાશે. શ્રમયોગીઓ ઓનલાઇન અરજી કરી શકે તે માટે ગો ગ્રીન (Go Green) પોર્ટલનું લોકાર્પણ મુખ્યપ્રધાનના હસ્તે કરાયું હતું.

સંગઠિત ક્ષેત્રના 2000 શ્રમયોગીઓને સરકાર તરફથી સહાય અપાશે

સંગઠિત ક્ષેત્રના 2000 શ્રમયોગીઓને સરકાર તરફથી સહાય અપાશે. જે માટે રૂ. 500 લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. બાંધકામ શ્રમયોગીઓના 1000 લાભાર્થીઓને સહાય અપાશે, જે માટે રૂ. 300 લાખની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. એક જ વાર ચાર્જીગમાં 50 km ચાલે તેવા લીથીયમ બેટરિવાળા ટુ વ્હીલર અપાશે. જેને સપરેટ ચાર્જીગ સ્ટેશનની જરૂર નહીં રહે.

1,300થી વધુ ઉમેદવારોને CM Bhupenrda Patelના હસ્તે નિમણૂકપત્રો એનાયત કરાયા

1,300થી વધુ ઉમેદવારોને CM Bhupenrda Patel ના હસ્તે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. હાજર ઉમેદવારોમાં 594 જનરલ, 127 બક્ષી પંચ, 162 અનું.જન જાતિ અને અનુ. જન જાતિના ઉમેદવારો, 336 મહિલા અને 34 દિવ્યાંગ ઉમેદવારોને નિમણૂકપત્રો અપાયાં હતાં. જો કે આ પહેલા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર વર્ગ-3ની ખાલી 2367 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા માર્ચ 2019માં જાહેરાત કરવામાં આવી હતી. 12 ગ્રુપના 2102 ઉમેદવારોની પૂરી પાડેલ યાદી મુજબ 352ને નિમણૂક આદેશ અપાયા હતા. 2102 ઉમેદવારો 287 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પસંદ પામ્યા છે. 2102માંથી 1787ને હાલના તબક્કે સુરપવાઇઝર્સ, ઇન્સ્ટ્રકટર તરીકે સમાવેશ કરાયા છે. 1750 ઉમેદવારોની ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પસંદગી યાદી પુરી પાડવામાં આવી છે.

સરકાર માટે સુખાકારી હોય તો એ યુવાનોની રોજગારી છે

CM Bhupenrda Patel એ જણાવ્યું હતું કે, સરકાર માટે સુખાકારી હોય તો એ યુવાનોની રોજગારી છે. ગુજરાતની સરખામણી બીજા સ્ટેટ સાથે કરો ત્યારે ખ્યાલ આવશે અહીં કેટલી રોજગારી છે. છેવાડાના માનવી સુધી યોજનાના લાભ પહોંચ્યા છે. યોજનાના લાભ માટેના કાર્ડ લેવા જરૂરી છે. વડાપ્રધાને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જેનાથી ઘરે બેઠા યોજનાના લાભ મળે છે.

મોટી મુશ્કેલીઓ અમારા સુધી પહોંચાડો તેને અમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું

ઇંધણથી પ્રદૂષણ ઓછું થાય અને પેટ્રોલના ભાવ સામે ઇ વાહન (e-vehicles) માટે આ યોજના છે. સરકાર દરેક ક્ષેત્રે કામ કરી રહી છે. ગો ગ્રીન (Go Green) યોજના થકી પર્યાવરણને ઓછું નુકશાન કરી આગળ વધી શકાશે. પર્યાવરણની જાળવણી જરૂરી છે, કોરોનાએ ઑક્સિજનની શું અછત હોય છે તે શિખવ્યું છે. પેટ્રોલ, પાણી, ઇલેક્ટ્રિકસિટી બચાવો એ દેશ માટેની બચત હશે. મોટી મુશ્કેલીઓ વિસ્તાર, ગામ અને શહેરની હોય એ અમારા સુધી પહોંચાડો તેને અમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું.

નોકરી મળતાં તેમના ઘરોમાં લાપસીના આંધણ મુકાશે

શ્રમ અને રોજગાર પ્રધાન એવા બ્રિજેશ મેરજાએ કહ્યું કે, શ્રમ જ શિવ છે, રોજગારીની તકો નિર્માણ કરવા અંદાજિત 1300 જેટલા સુપરવાઈઝર, ઈન્સ્ટ્રકટરને નિમણૂકપત્રો એનાયત થશે. નોકરી મળતા તેમના ઘરોમાં લાપસીના આંધણ મુકાશે. શ્રમિકોને આર્થિક ફાયદો થાય તે માટે સરકાર મદદરૂપ થવા માગે છે. જે હેતુથી આ Subsidy તેમને મળશે અને તેનો લાભ તેઓ મેળવી શકશે. અમારી છેલ્લા એક મહિનાની જે મહેનત હતી જેના સ્વરૂપે આજે 1300 જેટલા યુવાનોને નિમણૂકપત્રો આપ્યાં છે.

આ પણ વાંચોઃ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ડેન્ગ્યુના 216 અને મેલેરિયાના 126 કેસ, 22 બિલ્ડિંગોને અપાઈ નોટિસ

આ પણ વાંચોઃ કૌશલાચાર્ય એવોર્ડ માટે ગુજરાતના 4 સુપરવાઇઝરની પસંદગી, રોજગાર કચેરીઓ દ્વારા નોકરી પૂરી પાડવામાં ગુજરાત અવ્વલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.