ETV Bharat / city

રાજ્યસભાની ચૂંટણીમાં રાજકીય જંગ, છોટુ વસાવાનું સ્ટેન્ડ હજી ક્લિયર નહીં - રાજ્યસભા ચૂંટણી

ગુજરાતમાં આજે રાજ્યસભાની ચાર બેઠકો માટે ધારાસભ્યો દ્વારા મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણી સત્તાધીશ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બન્ને માટે પ્રતિષ્ઠાની લડાઈ છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેની નજર અન્ય પાર્ટીઓનાં ધારાસભ્યો પર છે. ગુજરાતમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ ખરેખર આ ચૂંટણીમાં જંગ તો ભાજપના ત્રીજા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસના બે ઉમેદવારો એવાં શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે છે. નોંધનીય છે કે ગાંધીનગરમાં આજે સવારથી યોજાનારી ચૂંટણીમાં રાજ્યનાં 172 ધારાસભ્યો મતદાન કરશે અને સાંજે 5 વાગ્યે મત ગણતરી હાથ ધરાશે.

રાજ્યસભાની ચૂંટણીમાં રાજકીય જંગ, છોટુ વસાવાનું સ્ટેન્ડ હજી ક્લિયર નહીં

author img

By

Published : Jun 19, 2020, 4:12 PM IST

ગાંધીનગરઃ રાજ્યસભા ચૂંટણીનું સવારથી જ મતદાન ચાલી રહ્યું છે. ત્યારે તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ( બપોરનાં 1 વાગ્યા સુધીમાં ) કોંગ્રેસનાં 35 ધારાસભ્યોનું મતદાન થઈ ચૂક્યું છે અને તેમાં શક્તિસિંહ ગોહિલને પૂરતાં મત મળી ગયાં છે. હજુ સુધી એક પણ ક્રોસ વોટ પડ્યાં નથી એવાં સમાચાર મળી રહ્યાં છે.

CM રૂપાણી સહિત ભાજપનાં 66 ઘારાસભ્યોએ મતદાન કર્યું છે. એમાં ભાજપનાં જે બીમાર ધારાસભ્યો છે તેમને પણ પોતાનો મત આપ્યો હતો. પરંતુ એવામાં સૌથી નિર્ણાયક ગણાતું BTP વોટ કરશે કે નહીં તેને લઈને હજુ સુધી અસમંજસ છે.

રાજ્યસભાની ચૂંટણીમાં રાજકીય જંગ, છોટુ વસાવાનું સ્ટેન્ડ હજી ક્લિયર નહીં
જો કે તમને વધુમાં જણાવી દઇએ કે રાજ્યસભાની ચૂંટણીમાં 3 ઉમેદવાર માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે. જેમાં ભાજપનાં 2 અને કોંગ્રેસનાં 1 ઉમેદવાર માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે. નરહરિ અમીન બાદ રમીલાબહેન બારા માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે. જ્યારે કોંગ્રેસનાં શક્તિસિંહ ગોહિલ માટેનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. પરંતુ હજી ભાજપનાં અભય ભારદ્વાજ અને કોંગ્રેસનાં ભરતસિંહ માટે મતદાન પ્રક્રિયા થઈ રહી છે.મળતી માહિતી મુજબ કોંગ્રેસનાં 35થી વધુ ધારાસભ્યોએ કરેલા મતદાનમાં હજી સુધી એક પણ ક્રોસ વોટિંગ થયું નથી જેને લીધે કોંગ્રેસનાં શક્તિસિંહ ગોહિલની જીત થઇ શકે છે એમ કહી શકાય. નોંધનીય છે કે હાલમાં કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ પ્રથમ પસંદગી હતાં. રાજ્યસભાની ચૂંટણીમાં કુતિયાણાનાં NCPનાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે પોતાની પાર્ટીનાં વ્હીપ મુજબ મતદાન કર્યું છે. BJP સાથે મારે પર્સનલ સંબંધ છે. મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણીને લઈને NCP દ્વારા વ્હીપ જાહેર કરીને કોંગ્રેસને મત આપવાનું કહેવામાં આવ્યું હતું. તેમ છતાં કાંધલ જાડેજાએ ભાજપને મત આપવાનું નક્કી કર્યું હોય તે રીતે તેઓ ભાજપની છાવણીમાં પહોંચ્યાં હતાં. જો કે સૂત્રોનાં જણાવ્યાં મુજબ કાંધલ જાડેજાએ ભાજપને મત આપ્યો છે.રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનાં 3 ધારાસભ્યોનાં પ્રોક્સી વોટ થશે. જેમાં શંભુજી ઠાકોર, પુરુષોત્તમ સોલંકી, કેસરીસિંહ સોલંકી માટે પ્રોક્સી વોટ થશે. શંભુજી ઠાકોરને લખતા સમયે ધ્રુજારીની બીમારી છે. જેનાં કારણે શંભુજી ઠાકોર માટે રજની પટેલ પ્રોક્સી મતદાન કરશે.પુરુષોત્તમ સોલંકી તબિયત નાદુરસ્ત હોવાથી તેમનું પણ પ્રોક્સી મતદાન થશે. પુરુષોત્તમ સોલંકી માટે હીરા સોલંકી પ્રોક્સી મતદાન કરશે. કેસરીસિંહ સોલંકી રાત્રે એકાએક બિમાર થતાં પ્રોક્સી મતદાન થશે. ભાજપનાં કેસરીસિંહ સોલંકી માટે પણ પ્રોક્સી મતદાન કરાશે.ત્યારે ઘણાં લાંબા સમયથી નાદુરસ્ત તબિયત બાદ પ્રધાન પુરુષોત્તમ સોલંકી મતદાન કરવા વિધાનસભા આવી પહોંચ્યાં છે. પુરુષોત્તમ સોલંકીનો પ્રોક્ષી મત તેમનાં ભાઈ હીરા સોલંકી આપશે. જ્યારે બલરામ થવાનીને પણ વ્હીલ ચેરમાં લવાયા છે. જેમાં કેસરીસિંહ અને બલરામ થવાણીએ મતદાન કર્યું છે. ભાજપનાં 4 MLA બીમાર છે અને એમ્બ્યુલન્સ દ્વારા વ્હીલ ચેર પર તેઓને મતદાન કરવા લવાયા છે.કોંગ્રેસનાં ધારાસભ્ય વિક્રમ માડમે પણ મતદાન કર્યું છે. તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, “કોગ્રેસ તેની બીજી સીટ બચાવશે તેમ કહ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ પાસે કેટલાં મત છે. સાંજે મતપેટી ખુલતાં જ ખબર પડશે. કોંગ્રેસનાં ધારાસભ્યને કોઈનો ડર નથી. NCPનો મત કોંગ્રેસને મળશે.રાજ્યસભાની ચૂંટણીને લઇ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે, કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે ચૂંટણી રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. બાકી જીત મળતી હોય તો પરેશ ભાઈને સુપ્રીમ કોર્ટ જવાની શું જરૂર પડી? ભાજપનાં ત્રણેય ઉમેદાવારોની જીત નિશ્ચિત છે. ભાજપના ધારાસભ્યો એક છે. વિકાસના કાર્યોનાં કારણે છોટુભાઈના મત પણ અમને મળશે. છોટુ વસાવા આદિવાસી નેતા છે. ભાજપે આદિવાસીઓ માટે ઘણાં કામ કર્યા છે. BTPના મત પણ ભાજપને જ મળશે.182 સભ્યો ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલ 172 ધારાસભ્યો છે. જેમાંથી ભાજપના 103 અને કોંગ્રેસના 65 છે. આ સિવાય ભારતીય ટ્રાઈબલ પાર્ટીના 2, નેશનલ કોંગ્રેસ પાર્ટીના એક અને જિગ્નેશ મેવાણી તરીકે એક અપક્ષ ધારાસભ્ય છે. એક ઉમેદવારને જીતવા માટે 35 મતની જરૂર પડશે. આવી સ્થિતિમાં ભાજપના બે અને કોંગ્રેસને એક સીટ મળશે તે નિશ્ચિત લાગી રહ્યું છે. જો કે રાજ્યમાં ખરાખરીનો જંગ ચોથી બેઠક માટે જ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.